ચલાલા નગરપાલિકા ખાતે વંદે માતરમ્ રાષ્ટ્રગીતના ૧૫૦ વર્ષ પૂર્ણ થતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ અતુલભાઇ કાનાણી, ધારાસભ્ય જે.વી. કાકડીયા, પાલિકા પ્રમુખ ભયલુભાઈ વાળા, જયંતિભાઈ પાનસુરીયા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. સરકારની સૂચના અને માર્ગદર્શન હેઠળ નગરપાલિકાના ચીફ ઓફિસર હરેશભાઈ જોશીના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પાલિકાના કર્મચારીઓ તેમજ સદસ્યો સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.







































