ચલાલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના અરજદારોની હાલાકીને ધ્યાને રાખી નગરપાલિકામાં આધાર કાર્ડની કામગીરી સત્વરે શરૂ કરવા માંગ ઉઠી છે. નગરપાલિકાના કારોબારી ચેરમેન જયશ્રીબેન સોલંકીએ ધારી મામલતદારને લેખિત રજૂઆત કરતા જણાવ્યું છે કે, પાલિકામાં લાંબા સમયથી આધાર કિટ બંધ હોવાથી લોકોએ ધરમધક્કા ખાવા પડે છે.
હાલ માત્ર પોસ્ટ ઓફિસમાં જ કામગીરી ચાલુ છે, જ્યાં મર્યાદિત ફોર્મ સ્વીકારાતા હોવાથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે.ખાસ કરીને શાળામાં નવા પ્રવેશ અને બાયોમેટ્રિક અપડેટ માટે વિદ્યાર્થીઓને આધાર સુધારણાની તાતી જરૂર હોય છે. આ સમસ્યાના ઉકેલ માટે ધારી પ્રાંત અધિકારી અને ધારાસભ્ય જે.વી. કાકડીયાને પણ રજૂઆતની નકલ મોકલી યોગ્ય નિર્ણય લેવા વિનંતી કરાઈ છે.