ચલાલા તાલુકાના હુડલી ગામની સીમમાંથી પરપ્રાંતીય યુવતી ઘરેથી ચાલી નીકળી હતી. આથી ઘરે પરત ન ફરતા પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવી હતી. મૂળ ઉત્તરાખંડના માનસિંહ ધનસિંહ જોષી (ઉ.વ.૪૮)એ જાહેર કર્યા મુજબ, તેમની દીકરા ઉર્મિલાબેન (ઉ.વ.૧૮) સવારના આશરે નવથી અગીયાર વાગ્યાના અરસામા જાહેર કરનારના હુડલી ગામની સીમમાં આવેલી વાડીએથી કોઇને કહયા વગર કયાક જતી રહી હતી. ચલાલા પોલીસ સ્ટેશનના પીઆઈ આર.એચ. રતન વધુ તપાસ કરી રહ્યા છે.