ચલાલામાં વિવિધ સેવાકીય કર્યો કરનાર યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા ગાયત્રી સંસ્કાર કેન્દ્ર, ધારી રોડ ખાતે તા.૦૮ને બુધવારના રોજ ૨૮૯મો નેત્રયજ્ઞ, દંતયજ્ઞ, સર્વરોગ કેમ્પનું આયોજન કરેલ છે. સ્વ. કીર્તિકુમાર ઘી વાલાની યાદમાં, હસ્તે ઇલાબેન, રોમિત અને રાધિકા ઘી વાલા યુ.કે.ના આર્થિક સહયોગથી યોજનાર આ કેમ્પમાં દર્દીઓને તપાસીને દવા આપવામાં આવશે અને ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીને રણછોડદાસજી બાપુ હોસ્પિટલ ખાતે લઇ જઈ ફેકો મશીન દ્વારા ઓપરેશન કરી વિનામૂલ્યે નેત્રમણી મૂકી અદ્યતન સારવાર અને દવા આપવામાં આવશે અને સાથે દર્દીઓએ આધારકાર્ડની ઝેરોક્ષ નકલ સાથે લાવવી. દાંત કાઢવા, ચાંદી પૂરવી વગેરેની સારવાર વિના મૂલ્યે કરાશે. સર્વરોગ કેમ્પમાં તમામ તમામ પ્રકારના રોગો જેવા કે શ્વાસ, હરસ, મસા, ડાયાબીટીશ, પેટના રોગો, વાના રોગો, વગેરેની સારવાર કરી દવા પણ વિનામુલ્યે આપવામાં આવશે.








































