આત્મનિર્ભર ભારત અંતર્ગત- સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન ચલાલા ખાતે ધારાસભ્ય જે.વી. કાકડીયાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું. આ તકે કાર્યક્રમમાં અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ અતુલભાઈ કાનાણી, ધારાસભ્ય જે.વી. કાકડીયા, પ્રદેશ મંત્રી બક્ષીપંચ મોરચા મયુરભાઈ માંજરીયા, દાનમહારાજની જગ્યાના લઘુમહંંત પૂજ્ય મહાવીરબાપુ તેમજ ઉદયબાપુ, તથા ભીમનાથ મહાદેવ મંદિર મહંત મયુરબાપુ, મોગલ માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ જાની તેમજ શહેરના વિવિધ સમાજના આગેવાનો, નગરપાલિકાના સભ્યો, શહેર પ્રમુખ જીતુભાઈ કાથરોટીયા, મહામંત્રી અશોકભાઈ ચૌહાણ, ભાજપ અગ્રણી બીચ્છુભાઈ માલા તેમજ ખરીદી વેચાણ સંઘના પ્રમુખ જયંતીભાઈ પાનસુરીયા, મનુભાઈ ધાધલ સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તથા કાર્યકરો, શક્તિ કેન્દ્રના ઈન્ચાર્જ તથા ભારતીય જનતા પાર્ટીના પૂર્વે તમામ મોરચાના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.










































