ચલાલા ખાતે આવેલ ત્રિવેણી સંગમ માનવ મંદિર દ્વારા તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું. મીઠાપુર ખાતેથી અશોકભાઈ જોશીના નિવાસ્થાનેથી શોભાયાત્રા નીકળી હતી. વાજતે-ગાજતે ઢોલ નગારા અને શરણાઈઓ સાથે ઠાકોરજીની જાન શહેરના વિવિધ માર્ગો પર જેમાં શાકમાર્કેટ વિસ્તાર, મહાદેવ પરા તેમજ શહેરના વિવિધ માર્ગો પર નીકળેલ હતી. જેમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. તુલસી વિવાહના સમગ્ર આયોજનમાં મંદિરના ટ્રસ્ટી જયસુખભાઈ ચૌહાણે જહેમત ઉઠાવી હતી.







































