અમરેલી એસ.ટી. વિભાગના ટ્રાફિક ઇન્સ્પેક્ટર જુણેજાના માર્ગદર્શન હેઠળ ખાસ સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત એસ.ટી. પરિવહનની બસોમાં કેફી દ્રવ્યોની હેરાફેરી થાય છે કે કેમ તેની તપાસ માટે આ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. સાથોસાથ એસ.ટી.ના ડ્રાઇવર અને કંડકટર નશાકારક હાલતમાં તો નથીને તેની પણ ચકાસણી કરવામાં આવી હતી. આ સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત ચલાલા એસ.ટી. ડેપો ખાતે આવનાર દરેક બસનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું.