અમરેલી જિલ્લા સહકારી સંઘ અને શ્રી ભોજલરામ નાગરિક શરાફી સહકારી મંડળીના સંયુક્ત ઉપક્રમે સંઘના અધ્યક્ષ મનીષ સંઘાણીની અધ્યક્ષતામાં ચલાલા ખાતે ૧૫.૧૧.૨૦૨૫ સહકાર સપ્તાહના બીજા દિવસે ત્રિભુવન સહકારી યુનિવર્સિટી દ્વારા સંશોધન અને સહકારી શિક્ષણ પરિવર્તન વિષયવસ્તુ પર સહકારી સેમિનારનું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના પ્રમુખ જયંતીભાઈ પાનસુરીયા, સહકારી મંડળીના અધ્યક્ષ ગોરધનભાઈ ગેડિયા, ધારી તાલુકાના ભાજપ અધ્યક્ષ મૃગેશભાઈ કોટડીયા, અમરેલી જિલ્લા સહકારી સંઘની યુવા કમિટીના ડાયરેક્ટર રવિભાઈ પંડ્‌યા, બાબરા નગરપાલિકા પ્રમુખ પ્રવીણભાઈ, અમરેલી જિલ્લા સહકારી સંઘના એક્ઝીક્યુટીવ ઓફિસર ભાર્ગવભાઈ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા. મનીષ સંઘાણીએ ત્રિભુવન સહકારી યુનિવર્સિટી દ્વારા સંશોધન અને સહકારી શિક્ષણ પરિવર્તન બાબતે વિસ્તૃત જાણકારી આપી હતી.