વડિયા તાલુકાના અરજણસુખ ગામે ચાર દિવસ પહેલાં થયેલી વૃદ્ધ દિનેશભાઈ સોલંકી (ઉં. ૬૦)ની ક્રુર હત્યા કેસમાં ઝડપાયેલા ૧૦ આરોપીઓનું ઘટના સ્થળે રી-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. વડિયા ઇન્ચાર્જ પીઆઇ કે.એસ. ડાંગર અને અમરેલી LCBમ્ની ટીમે ત્વરિત કાર્યવાહી કરીને તમામ આરોપીઓને પકડી પાડ્યા હતા. વ્યક્તિગત અદાવતમાંથી બનેલી આ ઘટનામાં પાંચ સાળા અને પાંચ અજાણ્યા શખ્સોએ મોડી રાત્રે બે કારમાં આવી વૃદ્ધ પર હુમલો કરી પગ કાપી નાખ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા દિનેશભાઈનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસ દ્વારા આરોપીઓથી સમગ્ર બનાવની વિગતો મેળવી રી-કન્સ્ટ્રક્શન કરાયું હતું. ઘટનાની વધુ તપાસ વડિયા પોલીસે હાથ ધરી છે.
આભાર – નિહારીકા રવિયા








































