ચલાલામાં સમસ્ત મેધવાળ સમાજ દ્વારા ભારત રત્ન, બંધારણના ઘડવૈયા અને મહામુનીમ એવા ડો. બાબાસાહેબ આંબેડકર ની ૧૩૪ મી જન્મ જંયતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતું. સાટોડીપરામાં આવેલ ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ધારાસભ્ય જે.વી. કાકડીયાએ ફુલહાર અને જયધોષ કરાવી શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યુ હતું. આ તકે રાજ્ય સરકારના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા, સાંસદ ભરતભાઇ સુતરીયા, નગરપાલિકા પ્રમુખ સહિતના રાજકીય સામાજીક આગેવાનો, વેપારી આગેવાનોએ ઉપસ્થિત રહી ડો.બાબાસાહેબની પ્રતિમાને ફૂલહાર કરી આંનદની લાગણી વ્યક્ત કરી હતી. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો જોડાયા હતા.