ચલાલામાં યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં ૨૮૬મો વિનામૂલ્યે નેત્રયજ્ઞ, દંતયજ્ઞ કેમ્પ યોજાયો હતો. જેમાં શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ, જિલ્લા અંધત્વ નિવારણ સમિતિ અમરેલી, નિયામક આયુષની કચેરી-ગાંધીનગરના ઉપક્રમે યોજાયેલ આ કેમ્પમાં નિષ્ણાંત ડોકટરોની ટીમે સેવા આપી હતી. આ કેમ્પનો શુભારંભ પ.પૂજ્ય સંત ડો.રતિદાદાના આશીર્વાદથી મંગલ દિપ પ્રાગટ્ય દ્વારા થયો હતો. સ્વ. હંસાબેન રામજીભાઈ ભાયાણી પરિવાર યુ.કે.ના સહયોગથી આ નેત્રયજ્ઞમાં આંખના દર્દીઓની ચકાસણી કરવામાં આવી હતી, જે પૈકી ૩૫ દર્દીઓને રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પિટલ ખાતે લઇ જઈ અને ફેકો મશીન દ્વારા ઓપરેશન કરી નેત્રમણી પણ વિનામૂલ્યે બેસાડવામાં આવી હતી. દંતયજ્ઞમાં ડા. ઈશાબેન તથા ડા. દિગીશાબેન દ્વારા અનેક દર્દીઓને દાંત કાઢી ચાંદી પણ વિનામૂલ્યે પૂરી આપવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા ભારત ભૂષણ મહેશભાઈ, મંજુબા તથા શીતલબેન સહિત સ્ટાફગણે ખુબ જહેમત ઉઠાવી હતી.