બાળકોમાં વ્યક્તિગત સુરક્ષા અને સ્વરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી ચલાલાના યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સંચાલિત ગાયત્રી સંસ્કાર વિદ્યાલય ખાતે પોલીસ દ્વારા “ગુડ ટચ-બેડ ટચ” જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોને કોઈ અયોગ્ય પરીસ્થિતિમાં ડર્યા વગર કેવી રીતે પ્રતિસાદ આપવો, વિશ્વાસપાત્ર વ્યક્તિને જાણ કરવી તથા પોતાની સુરક્ષા માટે સતર્ક રહેવાની જરૂરી સમજ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પ. પૂ. સંત ડા.રતિદાદાએ આશીર્વાદ આપી બાળકોના ઉજજવળ અને સુરક્ષિત ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. ભારતભૂષણ મહેશભાઈ મહેતા, ડાયરેક્ટર શીતલબેન સહિત સમગ્ર સ્ટાફના સહયોગથી કાર્યક્રમ સફળ બન્યો હતો.










































