ચલાલામાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સરકારી શાળાના વિદ્યાર્થીઓને કોમ્પ્યુટરનું જ્ઞાન મળી રહે તેવા હેતુથી શાક માર્કેટ સામે આવેલ પ્રાથમિક કન્યા શાળા અને પાણીયાદેવ ગામની સરકારી પ્રાથમિક શાળામાં કમ્પ્યુટરની ભેટ આપવામાં આવી હતી. બેંકના અધિકારી દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક ઉદ્‌બોધન કરવામાં આવ્યું હતું. આ તકે RBOના વડા AGM પરેશ પારીખ, HR મેનેજર કેશવસિંહ, ચલાલા Sbi મેનેજર ચંદનકુમાર, CSP અલ્પેશ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. ચલાલા પ્રાથમિક કન્યા શાળાના આચાર્ય ભગીરથભાઈ ગોહિલ અને પાણીયાદેવ પ્રાથમિક શાળાના આચાર્ય જીતુભાઈ મહેતાએ બેંક મેનેજમેન્ટનો આભાર માન્યો હતો.