ચલાલાના ‘યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ’ના પ. પૂ. સંત ડા. રતિદાદાના પુત્ર અને યુગાન્ડા (કંપાલા)ના ભારતીય સમુદાયના અધ્યક્ષ પરેશભાઈ મહેતાને તાજેતરમાં દિલ્હી ખાતે કેન્દ્રીય પર્યટન અને સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતના હસ્તે “જવેલ્સ ઓફ ઇન્ડિયા, ભારત કી શાન, ભારત કા અભિમાન” એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ એવોર્ડ પ્રાપ્ત કરીને તેમણે સમગ્ર યુગાન્ડા અને ભારત સહિત ગાયત્રી પરિવાર, સનાતન ધર્મ, બ્રહ્મસમાજ અને ગાયત્રી સંસ્કારધામનું ગૌરવ વધાર્યું છે. આ સિદ્ધિ બદલ પૂજ્ય દાદા, મહેશભાઈ મહેતા, શીતલબેન મહેતા તેમજ સમગ્ર ગાયત્રી એજ્યુકેશન ગ્રુપના સ્ટાફ પરિવારે પરેશભાઈને શુભેચ્છાઓ પાઠવી હતી.






































