અમરેલી જિલ્લાના ચલાલાના ગરમલી ગામે ૧૧,૫૫,૫૭૦ નો વિદેશી દારૂ ઝડપાયો હતો. ટ્રક સહિત મુદ્દામાલ પોલીસે ઝડપી પાડ્યો હતો. ગરમલી ગામમાં વિદેશી દારૂના કટિંગ પૂર્વે ચલાલા પોલીસ ત્રાટકતાં બુટલેગરોમાં નાસભાગ મચી હતી. દારૂનું કટિંગ કરતા ચાર આરોપીમાંથી એકને ઝડપી લીધો હતો. પોલીસે મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી. ફરાર આરોપીને પકડવા માટે ચલાલા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા. અમરેલી જિલ્લામાંથી પોલીસે વિવિધ સ્થળેથી ૨૬ પ્યાસીને ઝડપી પાડ્યા હતા. જિલ્લામાં કમોસમી વરસાદથી સર્જાયેલા ટાઢોડામાં પ્યાસીઓને લોકઅપની હવા ખવરાવતા તમામ નશો ગાયબ થઈ ગયો હતો.