અમરેલી જિલ્લામાં સહકારી ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી બદલ બાબરા તાલુકાની ચમારડી સેવા સહકારી મંડળીને જિલ્લાની શ્રેષ્ઠ મંડળી તરીકે સન્માનિત કરવામાં આવી હતી. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મંડળીના પ્રમુખ અશોકભાઈ રાખોલીયાને રૂપિયા ૫ લાખનો ચેક એનાયત કરવામાં આવ્યો હતો. આ મંડળી અમરેલી જિલ્લામાં સૌથી વધુ નફો કરતી મંડળી તરીકે ઊભરી આવી છે, જેમાં એક કરોડ રૂપિયા કરતાં વધુ નફો નોંધાયો છે. સાથે જ મંડળી સાથે ૧૮૦૦થી વધુ સભાસદો જોડાયેલા છે, જે તેની લોકપ્રિયતા અને વિશ્વસનીયતાનો પુરાવો આપે છે. આ પ્રસંગે પ્રદેશ ભાજપ પ્રમુખ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો.