બાંગ્લાદેશી ઘૂસણખોરોએ ઘૂસણખોરી કરીને અમદાવાદના ચંડોળા તળાવની આસપાસ રહીને ‘મીની બાંગ્લાદેશ’ બનાવી દીધું હતું. ત્યારે આ ઘૂસણખોરોને ઝડપી લેવા અને તેમના દ્વારા કરાયેલા દબાણોને દૂર કરવા માટે અમદાવાદ પોલીસ અને મનપા દ્વારા મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ડિમોલિશનની કામગીરી અંગે પોલીસ કમિશ્નર જીએસ મલિકે જણાવ્યું હતું કે, છેલ્લા ૭ દિવસમાં પોલીસે અલગ અલગ વિસ્તારમાં બાંગ્લાદેશીઓની શોધખોળ કરી હતી. જેમાં ચંડોળા પાસે જ ૧૯૦, સોલા વિસ્તારમાંથી ૬ અને ઓઢવમાંથી ૨ મળીને કુલ ૧૯૮ બાંગ્લાદેશીઓ ઝડપી લેવામાં આવ્યા હતા. જ્યારે અગાઉ માર્ચ મહિનામાં જ ૧૨ બાંગ્લાદેશીઓ ઝડપી લેવાયા હતા. તે અગાઉ વર્ષ ૨૦૦૯માં ચંડોળા તળાવ વિસ્તારમાંથી કુલ ૯૫ જેટલા બાંગ્લાદેશીઓ ઝડપાયા હતા. ત્યારે આ બાંગ્લાદેશીઓને આશ્રય આપનારા લલ્લુ બિહારીને પકડી લેવામાં સફળતા મળી છે.
અમદાવાદ પોલીસ કમિશ્નરે જણાવ્યું કે, અમદાવાદમાં ખાલી ચંડોળા વિસ્તારમાંથી જ ૧૯૦ જેટલા બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઝડપી લેવામાં આવ્યા છે. તો હવે તમને સત્વરે પાછા બાંગ્લાદેશ મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ચંડોળા તળાવ વિસ્તારમાં મોટાપાયે દબાણો કરાયા હોય ત્યારે હાલ ૪૦૦૦ મકાનો દૂર કરવામાં આવ્યા છે. જેના લીધે કુલ દોઢ લાખ ચોરસમીટર જમીન ખુલ્લી કરાઈ છે. પોલીસે આગળ જણાવ્યુ હતું કે, પ્રથમ ફેઝની કામગીરી પૂરી કરી દેવામાં આવી છે. તો હવે મનપા સાથે ચર્ચા કરીને સેકન્ડ ફેઝની કામગીરી કરાશે.
પોલીસ કમિશ્નરે આગળ કહ્યું કે, ચંડોળા તળાવમાં ફેઝ ૧ની કામગીરી પૂરી કરી નખાઈ છે. તો કોઈપણ વિÎન વિના આ કામગીરી પૂર્ણ કરી નાખવામાં આવી છે. સેકન્ડ ફેઝના ડિમોલિશન અંગે હાલ ચર્ચા ચાલી રહી છે. ત્યારે અમદાવાદ મનપા નક્કી કરશે તો પોલીસ વ્યવસ્થા કાયદો જાળવશે. તેમજ કોઈ વ્યક્તિ કાયદાનું ઉલ્લંઘન કરશે તો તેની સામે યોગ્ય પગલાં લેવામાં આવશે. સુપ્રિમ કોર્ટનો આદેશ છે કે, કોઈપણ તળાવ પર દબાણ કરી શકશે નહી. ત હાલ આઇબી તપાસ કરી રહી છે. જેનો રિપોર્ટ રાજ્ય અને કેન્દ્ર સરકારને અપાશે.