વલસાડઃ વલસાડ જિલ્લાના સરીગામમાં ગૌહત્યાની ઘટનાને બાદ મુસ્લીમ સમાજ દ્વારા ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. સમાજનો આ  ઐતિહાસિક નિર્ણય તાજેતરમાં ગર્ભવતી ગૌવંશની હત્યા બાદ લેવામાં આવ્યો છે. શુક્રવારે યોજાયેલી પંચાયતની બેઠકમાં સમાજે નક્કી કર્યું કે હવે ગામમાં જા કોઈ વ્યક્તિ ગૌહત્યાની પ્રવૃત્તિમાં સંડોવાયેલો હશે તો તેને સામાજિક બહિષ્કાર કરવામાં આવશે.નિર્ણય અનુસાર, આજ પછી સરીગામ વિસ્તારમાં જા કોઈ વ્યક્તિ ગૌહત્યાની પ્રવૃત્તિમાં સંડોવાયેલ હોવાનું સાબિત થશે અને તે મુસ્લીમ સમાજમાંથી હશે, તો તેને સમાજ અને જમાતમાંથી બાહર કરવામાં આવશે. સાથે જ આવા વ્યક્તિને સરીગામ વિસ્તારમાં રહેવાનો અધિકાર ન આપવા બાબતે પણ સહમતિ વ્યક્ત કરવામાં આવી છે.સમાજના આગેવાનોએ જણાવ્યું કે ગૌહત્યા જેવી પ્રવૃત્તિઓથી સમગ્ર સમાજની છબી ખરાબ થાય છે અને કાયદા-વ્યવસ્થાની સ્થિતિ બગડે છે. તેથી સમાજ પોતાની જવાબદારી નિભાવતા આવા કૃત્યો સામે કડક વલણ અપનાવશે. આ નિર્ણયથી સરીગામ વિસ્તારમાં શાંતિ, સદભાવ અને કાયદાનું પાલન જળવાઈ રહે તેવી સમાજની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે