ચલાલા ગામના રહેવાસી અને ગોવિંદપુર મુકામે કેરીના બગીચાનો ઇજારો રાખી મહેનત,મજૂરી કરતા ધીરુભાઈ સુખાભાઈ સોલંકીના પત્ની
સ્વ. મંજુલાબેનનું માનવભક્ષી સિંહણ દ્વારા હુમલામાં થોડા દિવસ પહેલા મૃત્યુ થયું હતું. જેની જાણ આ વિસ્તારના ધારાસભ્ય જે.વી.કાકડીયાને થતા તેમણે જિલ્લા ફોરેસ્ટ અધિકારીને તાત્કાલિક જરૂરી પ્રક્રિયા પૂર્ણને કરી આ પરિવાર ઉપર આવી પડેલી દુઃખદ પરિસ્થિતિમાં સરકારમાંથી મળતી સહાય વહેલી તકે ચુકવવા સૂચના આપી હતી. જેથી આજે ધીરુભાઈના પરિવારને સરકારમાંથી મળવા પાત્ર રૂ. ૧૦ લાખનો ચેક આપવામાં આવ્યો હતો. આ તકે પરિવાર ઉપર આવી પડેલી આફત અને દુઃખદ ઘટનામાં સાત્વના આપવા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.