પોલીસે ત્રણ સગીર છોકરીઓ પર બળાત્કારના સંબંધમાં ઉત્તર ગોવા જિલ્લામાં એક ગેસ્ટ હાઉસના માલિક અને મેનેજરની ધરપકડ કરી છે. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ ચાર લોકોની અટકાયત કરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, એક જ બિલ્ડીગમાં રહેતી ૧૧, ૧૩ અને ૧૫ વર્ષની આ છોકરીઓ પર ૭ અને ૮ જૂનના રોજ કાલંગુટ વિસ્તારમાં આવેલા એક ગેસ્ટ હાઉસમાં બે પુરુષો દ્વારા બળાત્કાર કરવામાં આવ્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પાંચેય છોકરીઓ ગેસ્ટ હાઉસમાં રહેવા માટે એકસાથે આવી હતી. તેમાંથી બે મોટી છોકરીઓ બહેનો છે. પોલીસે ગેસ્ટ હાઉસમાંથી છોકરીઓને સુરક્ષિત રીતે બચાવી લીધી
પીડિત છોકરીઓના સંબંધીઓએ ૮ જૂનના રોજ ફરિયાદ નોંધાવી હતી કે છોકરીઓ એક દિવસ પહેલાથી ગુમ છે. પોલીસે ઘણી ટીમો બનાવી અને તે જ દિવસે ગેસ્ટ હાઉસમાંથી છોકરીઓને સુરક્ષિત રીતે બચાવી અને બે યુવાનો, ૧૯ વર્ષીય અલ્તાફ મુજાવર અને ૨૧ વર્ષીય ઓમ નાઈકની ધરપકડ કરી. પોલીસે હોટલમાં પ્રવેશનો રેકોર્ડ, સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓના નિવેદનો પુરાવા તરીકે એકત્રિત કર્યા છે.
પોલીસ અધિક્ષક રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે ગેસ્ટ હાઉસના માલિક રજત ચૌહાણ (૩૧) અને મેનેજર મન્સૂર પીર (૩૫) ની બુધવારે રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે સગીર છોકરીઓને તેમના માતાપિતાની સંમતિ અને ચકાસણી વિના ગેસ્ટ હાઉસમાં રાખવા, કાયદાનું ઉલ્લંઘન કરવા અને ગુનાને પ્રોત્સાહન આપવા બદલ તેમની ધરપકડ કરવામાં આવી છે.
ગોવા પોલીસે જણાવ્યું હતું કે આરોપી અને પીડિતા બધા મિત્રો છે. ઈદ અને જન્મદિવસની પાર્ટી માટે એક હોટલમાં રૂમ બુક કરાવ્યા હતા. તે બધા જન્મદિવસની ઉજવણી કરવા આવ્યા હતા. પછી પરિસ્થિતિનો લાભ લઈને, મિત્રોએ પોતાના મિત્રોને વાસનાનો શિકાર બનાવ્યા અને છોકરીઓ પર બળજબરીથી બળાત્કાર કરવામાં આવ્યો.
પોલીસે જણાવ્યું હતું કે ચારેય આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતા, જાતીય ગુનાઓથી બાળકોનું રક્ષણ અધિનિયમ અને ગોવા બાળ અધિનિયમની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. એસપીએ કહ્યું, “અમે ગેસ્ટ હાઉસ સીલ કરી રહ્યા છીએ અને તેનું લાઇસન્સ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જા ગેસ્ટ હાઉસના મેનેજર અને માલિક તેના પરિવાર અથવા સંબંધીઓની ગેરહાજરીમાં બાળકને રૂમ આપે છે, તો તેમને બક્ષવામાં આવશે નહીં.”