લીલીયાના ગોઢાવદર ગામના હદ વિસ્તારમાં દશેરા પર્વ નિમિત્તે મીઠાઈ લેવા જતા એક મોટરસાયકલ સવારને હિટ એન્ડ રનની ઘટનામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, પોતાના મિત્ર હિતેષભાઈ સાવજને મોટરસાયકલની પાછળ બેસાડીને ગોઢાવદર ગામથી લીલીયા મોટા તરફ જઈ રહ્યા હતા. આ સમયે, GJ-14-BG-4239  નંબરની વાદળી રંગની ફોરવ્હીલ ગાડીના ચાલકે બેદરકારીપૂર્વક અને પૂરઝડપે વાહન ચલાવી ફરિયાદીની મોટરસાયકલને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. અરવિંદભાઇ ડાયાભાઇ ગજેરા (ઉ.વ.૬૨)
એ GJ-14-BG-4239 નંબરની ફોરવ્હીલ ગાડીના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, આ અકસ્માતમાં મોટરસાયકલ પર સવાર બંને વ્યક્તિઓ નીચે પટકાયા હતા. તેમને જમણી આંખના ઉપરના ભાગે ગંભીર ઈજા સહિત શરીરના અન્ય ભાગો પર નાની-મોટી ઈજાઓ થઈ હતી, જ્યારે સાહેદ હિતેષભાઈ સાવજને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.
અકસ્માત સર્જ્યા બાદ ફોરવ્હીલ ગાડીનો ચાલક તાત્કાલિક પોતાની ગાડી લઈને ઘટનાસ્થળેથી નાસી ગયો હતો. આ સમગ્ર મામલે સંબંધિત પોલીસ સ્ટેશનમાં ફોરવ્હીલ ચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો અને પોલીસે ફરાર ચાલકને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી હતી. લીલીયા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મહેશભાઇ મધુભાઇ વધુ તપાસ કરી રહ્યા છે.