લીલીયા તાલુકાના ગોઢાવદર અને કુકાવાવ તાલુકાનું જૂના બાદનપુર ગામે જળસંચય માટે તાજેતરમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા એક ભવ્ય જળસંચય જાગૃતિ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગ્રામજનોને જળશક્તિનું મહત્વ સમજાવવા અને આગામી સમયમાં પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે પાયાની ચર્ચાઓ કરવામાં આવી હતી. આ બેઠકમાં ગોઢાવદર ગામના સરપંચ વિપુલભાઈ ગજેરા, પ્રફુલભાઈ સેંજલીયા, અમેરિકા સ્થિત વિરજીભાઈ પાઘડાર, ભરતભાઈ લારોલા, સુરેશભાઈ ગજેરા, વિજયભાઈ ગજેરા, કરમશીભાઈ ભુવા, જયંતિભાઈ હીરપરા, રાજુભાઈ ગજેરા તેમજ નાના બાદનપુર ગામના સરપંચ અશોકભાઈ પાનસુરીયા, જૂના બાદનપુરના સરપંચ પ્રિતેશભાઈ પાનસુરીયા, રમેશભાઈ ધાનાણી, અતુલભાઈ પાનસુરીયા, ફૂલજર ગામના
પ્રકૃતિ પ્રેમી રસિકભાઈ કોલડિયા, જયંતિભાઈ ગજેરા, સિધાર્થભાઈ વગેરે હાજર રહ્યા હતા. ટ્રસ્ટના જમનભાઈ ડેકોરા, પ્રતાપભાઈ પટેલ, પ્રકૃતિ પ્રેમી દિનેશભાઇ પટેલ,રમેશભાઈ ઠક્કર, વિરાભાઈ હુંબલ , કૌશિકભાઈ સરધારા, જેન્તીભાઈ વગેરે લોકો જહેમત ઉઠાવી રહ્યા છે.