ગોંડલ શહેર વિહિપ પ્રમુખ પિયુષ રાદડિયાએ રાજીનામુ આપી દેતા ગોંડલના રાજકારણમાં ફરી એકવખત ગરમાવો આવ્યો છે.પિયુષ રાદડિયાએ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ પર આક્ષેપો કરી ૬ મહિનામાં જ રાજીનામું ધરી દીધું છે. વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ તરીકે પોતાના નામની દરખાસ્ત કરનારા લોકોને જયરાજસિંહ દ્વારા એનકેન પ્રકારે પરેશાન કરાતા હોવાનો આક્ષેપ કર્યો છે. રાદડિયાએ કહ્યું હતું કે, જયરાજસિંહને જે વ્યકિત પસંદ ન હોય તેને કોઈ કાર્યક્રમમાં બોલાવો એટલે તે હેરાન કરે. રાજીનામું આપતા કહ્યું કે, આપણા રાજીનામાથી કોઈને શાંતિ થતી હોય તો આપણે હોદા પર ન રહેવું જોઈએ.
પિયુષ રાદડિયાએ વિહિપના જિલ્લા અધ્યક્ષ કનુભાઈ લાલુંને સુપરત કરેલા પોતાના રાજીનામા પત્રમાં ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે જણાવ્યું કે, “જે સમયથી મારી નિમણૂક થઈ, તે સમયથી જ મારા નામની દરખાસ્ત કરનાર હિરેન ડાભી પર મારા રાજકીય હરીફ અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા દ્વારા પારિવારિક તથા રાજકીય દબાણ લાવી મને આ જવાબદારીથી રોકવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.
તેમણે વધુમાં ઉમેર્યું કે, માત્ર હિરેનભાઈ જ નહીં, પરંતુ વિહિપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં વર્ષોથી નિષ્ઠાપૂર્વક કામ કરતા ધર્મેન્દ્ર રાજાણી પર પણ અનેક પ્રકારે દબાણ લાવી તેમને અધ્યક્ષ પદેથી હટાવવા માટે કાવતરાં ઘડવામાં આવ્યાં હતાં.રાદડિયાએ એવો પણ આરોપ લગાવ્યો કે હનુમાન જયંતિ જેવા પવિત્ર ધાર્મિક તહેવારને પણ રાજકીય અખાડો બનાવવાનો પ્રયાસ થયો હતો. તેમના કહેવા મુજબ, હનુમાન જયંતિની શોભાયાત્રામાં જો મારી હાજરી હશે, તો પૂર્વ ધારાસભ્ય કે તેમના પરિવારમાંથી કોઈ હાજર નહીં રહે તેવો વ્યક્તિગત વિરોધ કરી ગોંડલ વિહિપ તથા બજરંગદળના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પર દબાણ લાવવામાં આવ્યું હતું.રાદડિયાએ એવો પણ આરોપ લગાવ્યો કે હનુમાન જયંતિ જેવા પવિત્ર ધાર્મિક તહેવારને પણ રાજકીય અખાડો બનાવવાનો પ્રયાસ થયો હતો.
તેમના કહેવા મુજબ, હનુમાન જયંતિની શોભાયાત્રામાં જા મારી હાજરી હશે, તો પૂર્વ ધારાસભ્ય કે તેમના પરિવારમાંથી કોઈ હાજર નહીં રહે તેવો વ્યક્તિગત વિરોધ કરી ગોંડલ વિહિપ તથા બજરંગદળના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પર દબાણ લાવવામાં આવ્યું હતું.પિયુષ રાદડિયાએ પોતાના રાજીનામા પાછળનું મુખ્ય કારણ પોતાના સાથી કાર્યકર્તાઓને વધુ હેરાનગતિમાંથી બચાવવાનું ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, “મારા અધ્યક્ષપદે રહેવાથી હિરેન ડાભી, ધર્મેન્દ્ર રાજાણી તથા અન્ય કાર્યકર્તાઓને માનસિક, પારિવારિક અને ધંધાકીય ક્ષેત્રે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. આથી, હું સ્વૈચ્છીક રીતે ગોંડલ શહેર વિહિપ પ્રમુખ પદેથી રાજીનામું આપું છું.”
આ ઘટનાક્રમ પરથી સ્પષ્ટ થાય છે કે ગોંડલમાં વિહિપ આરએસએસ અને બજરંગ દળ જેવી હિન્દુવાદી સંસ્થાઓ પણ સ્વતંત્ર રીતે કાર્ય કરી શકતી નથી, તેવો મત રાદડિયાએ વ્યક્ત કર્યો છે. તેમના આ રાજીનામાથી ગોંડલના સ્થાનિક રાજકારણ અને ધાર્મિક સંગઠનોમાં ખળભળાટ મચી ગયો છે અને આગામી દિવસોમાં તેના પડઘા જોવા મળે તેવી પૂરી શક્યતા છે.