ગોંડલના માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચરખડી ગામ વૃદ્ધાશ્રમના ૫૦ જેટલા વૃદ્ધો માટે બે દિવસની બસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વૃદ્ધોને ચરખડીથી જૂનાગઢ, સોમનાથ, માધવપુર બીચ, ભાલકાતીર્થ સહિતના પવિત્ર સ્થળોના દર્શન કરાવવામાં આવ્યા હતા. પ્રમુખ બંટીભાઈ ભુવા અને મંડળના સભ્યો રવીભાઈ પરસાણા, જયેન્દ્રભાઈ ડાભી, નંદાભાઈ, ભરતભાઈ ડાભી, ચંદ્રકાંતભાઈ હાસલપરા, બાબુભાઈ વઘાસિયા, પરસોત્તમભાઈ ઠુંમર, કૈલાશબા પરમાર, એકતાબેન ધરજીયા, ચંદ્રીકાબેન બગડા, જાગૃતિબેન માલવિયા સહિતના સભ્યોના સહયોગથી, દરેક વૃદ્ધને કેર ટેકર સાથે જરા પણ તકલીફ ન પડે તે રીતે સન્મુખ દર્શનની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.







































