ગોંડલ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા અને ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે પોલીસ દ્વારા આજે વહેલી સવારથી જ મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના મુખ્ય માર્ગોથી લઈને રહેણાંક વિસ્તારો સુધી પોલીસે કડક ચેકિંગ હાથ ધર્યું હતું. ગોંડલની અત્યંત વ્યસ્ત એવી આશાપુરા ચોકડી અને તેની આસપાસના વિસ્તારોમાં પોલીસ દ્વારા ડ્રોન ઉડાડવામાં આવ્યા હતા. ટ્રાફિકની સમસ્યાનું સચોટ નિરીક્ષણ કરવા અને અવરોધ ઉભા કરતા વાહનોને ટ્રેક કરવા માટે ટેકનોલોજીનો સહારો લેવાયો હતો. વાહન ચેકિંગ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરનારા ચાલકો સામે લાલ આંખ કરવામાં આવી હતી. ખાસ કરીને વાહનોમાં લગાડેલા કાળા કાચ (મ્ઙ્મટ્ઠષ્ઠા ય્ઙ્મટ્ઠજજ) દૂર કરાવી સ્થળ પર જ દંડની વસૂલાત કરવામાં આવી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, શહેરમાં ટ્રાફિક નિયમન જળવાઈ રહે અને અસામાજિક તત્વોમાં ફફડાટ પડે તે હેતુથી આગામી દિવસોમાં પણ આ પ્રકારની કામગીરી ચાલુ રાખવામાં આવશે.








































