ગોંડલ,તા.૦૩
ગોંડલ સીટી બી-ડિવિઝન પોલીસે ટેકનોલોજીના માધ્યમથી પોલીસે ૨૪ જેટલા ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી કાઢી તેના અસલી માલિકોને મોબાઈલ પરત કર્યા છે . ગોંડલ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.પી. રાવ અને તેમની ટેકનિકલ ટીમ દ્વારા વર્ષ ૨૦૨૬ દરમિયાન ગુમ થયેલા કે ચોરી થયેલા મોબાઈલ બાબતે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસમાં ઝ્રઈૈંઇ પોર્ટલનો અસરકારક ઉપયોગ કરી અલગ-અલગ કંપનીના મોંઘાદાટ મોબાઈલ ટ્રેસ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા પરત કરવામાં આવેલા મોબાઈલ મોડલ્સમાં સેમસંગ જી-૨૩, વિવો ફ-૨૯, ઓપ્પો, રેડમી અને રિયલમી જેવી જાણીતી બ્રાન્ડના કુલ ૨૪ ફોનનો સમાવેશ થાય છે.








































