આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ગોંડલમાં રાજકીય ચહલપહલ તેજ બની છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા નગરપાલિકાના ઉમેદવારોની પસંદગી માટે મહત્વપૂર્ણ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. માર્કેટિંગ યાર્ડ સ્થિત કિસાન હોલ ખાતે યોજાયેલી આ બેઠકમાં પ્રદેશ ભાજપ દ્વારા નિયુક્ત નિરીક્ષકોની હાજરીમાં કાર્યકરો અને ટિકિટ ઇચ્છુકોની રજૂઆત સાંભળવામાં આવી હતી.સેન્સ પ્રક્રિયામાં કૌશલભાઈ દવે, કૌશલ્ય કુંવરબા પરમાર અને રાકેશભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા. નગરપાલિકાના કુલ ૧૧ વોર્ડની ૪૪ બેઠકો માટે ઉમેદવારો પસંદ કરવા આ પ્રક્રિયા યોજાઈ હતી. ભાજપના મજબૂત ગઢ ગણાતા ગોંડલમાં ટિકિટ મેળવવા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.નિરીક્ષકો દ્વારા તૈયાર કરાયેલ અહેવાલ આધારે પ્રદેશ હાઈકમાન્ડ અંતિમ ઉમેદવારો જાહેર કરશે. બેઠક દરમિયાન શહેર ભાજપના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા