ગોંડલમાં પરમ પૂજ્ય મહંત શ્રી જયરામદાસજી મહારાજની અધ્યક્ષતામાં સુપ્રસિધ્ધ રામજી મંદિર ખાતે રામનવમીની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કળશ સ્થાપના, શ્રી રામ ચરિત માનસજીના પાઠ, રામજન્મોત્સવ, શ્રી રામ વિવાહ, ગુરુદેવશ્રી હરિચરણદાસજી મહારાજની ૧૦૪મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે સંતો-મહંતો, મહાનુભાવો, સમાજ શ્રેષ્ટિઓ, ગુરુભાઈઓ બહેનો મોટી સંખ્યામાં આરતી તેમજ દર્શનનો લાભ લીધો હતો. રામલલ્લાના વધામણાં અને બપોરે મહાઆરતીમાં હજારોની સંખ્યામાં માનવમહેરામણ ઉમટ્યું હતું આ નિમિતે રઘુરામ યજ્ઞમાં ડો. દિવ્યેશભાઈ જયસુખભાઈ પોપટ તથા પોપટ પરિવારે એ મુખ્ય યજમાન તરીકે જોડાયા હતા. મંદિરના પટાંગણમાં મહાપ્રસાદમાં મોટી સંખ્યામાં ગુરુભાઈઓ અને ભક્તજનોએ લાભ લીધો હતો.










































