ગોંડલ શહેરમાં ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર શાંતિ અને ભાઈચારા સાથે ઉજવાયો હતો. રમજાનના પવિત્ર મહિનાના સમાપન સાથે આવતી ઈદ લોકો માટે પ્રેમ, એકતા અને ખુશીઓ માટે સંદેશ લઈને આવે છે. મુસ્લિમ બિરાદરોએ રમજાન મહિનામાં રોજા રાખ્યા બાદ ઈદનો ચાંદ દેખાતા રમજાન ઈદની ઉજવણી કરી હતી. ગોંડલ શહેરના વોરા કોટડા રોડ પર આવેલ ઈદગાહ ખાતે વહેલી સવારથી મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો એકત્રીત થઈ નમાજ અદા કરી એકબીજાને ગળે મળી ઈદની મુબારકબાદી આપી હતી.
ગોંડલની ઈદગાહ મસ્જિદ ખાતે ઈદની નમાજ જામા મસ્જિદના ઈમામ મૌલાના આફતાફ સાહેબ તથા હાફિઝ ગુલામ મુસ્તુફા સાહેબ પઢાવી હતી.
દેશમાં શાંતિ અને ભાઈચારાનો સંદેશ આપતો ઈસ્લામ ધર્મ વતન પ્રત્યે પ્રેમ રાખવાની શીખ આપી છે અને એ શીખ પર મુસ્લિમો કાયમ છે. દેશમાં કાયમી કોમી એખલાસ જળવાઈ રહે દેશ પ્રગતિ કરે તેવી દુઆ કરવામાં આવી હતી.