ગોંડલ તાલુકાના સુલતાનપુર પાસે એલસીબી પોલીસે રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છ સહિતના અનેક વિસ્તારોમાં ચોરીની ઘટનાઓને અંજામ આપનાર પાંચ શખ્સોને રૂપિયા ૯,૭૯,૫૧૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પકડાયેલા આરોપીઓની ઓળખ સામુ મનોજભાઈ આમેણીયા, કૈલાશ યતુરભાઇ કુંઢીયા, વનરાજ દેવરાજભાઇ કુંઢીયા, કાટીયો ઉર્ફે અશોક નરશીભાઈ વીરૂગામીયા અને આકાશભાઇ સુરેશભાઇ વીકાણી તરીકે થઈ છે. બાતમીના આધારે પોલીસે સુલતાનપુર પાસે દરોડો પાડી આ પાંચેય શખ્સોને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી ૨૪૭ કિલો ૩૫૦ ગ્રામ વજનના કોપર વાયર, ૪ મોબાઇલ ફોન, ૩ વાહનો, ૧૦ પાના, ૧ પકડ અને ૨ સ્ક્રુ ડ્રાઇવર સહિત કુલ રૂપિયા ૯,૭૯,૫૧૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.