ગુરુદેવ મંડળ સર્વિસવાળા હેમાંગભાઈ અને અજયભાઈ ગેવરીયા દ્વારા મોટી કુંકાવાવ તાલુકાના અમરાપુર ધાનાણી ગામે પિતૃમોક્ષાર્થે શિવકથાનું આયોજન કરાયું છે. આ શિવકથા તા. ૧૬ થી શરૂ થશે. કથા સમય સવારે ૯ઃ૦૦ કલાકથી ૧રઃ૩૦ કલાક સુધી રહેશે. કથાકાર ગીરીબાપુ કથાનું રસપાન કરાવશે. કથાસ્થળ:કૈલાશ અમરાપુર ધાનાણી ગામે રાખેલ છે. કથા સમય દરમ્યાન તા.૧૬ના રોજ પોથીયાત્રા, તા.૧૭ ના રોજ રાત્રે ૯ઃ૦૦ કલાકે ભજન સંતવાણી, તા.૧૮ના રોજ રાત્રીના ૯ઃ૦૦ કલાકે રાસોત્સવ, તા.૧૯ના રાત્રીના ૯ઃ૦૦ કલાકે સંતવાણી, તા.ર૦ના રોજ સંતવાણી, તા.ર૧ના રોજ બપોરના ૩ઃ૦૦ કલાકે શિવવિવાહ, તા.રરના રોજ ભજન સંતવાણી, તા.ર૩ના રોજ ભજન સંતવાણી તેમજ કથા શ્રવણ માટે આવતા લોકો માટે બપોરે મહાપ્રસાદની વ્યવસ્થા રાખેલ છે. તા.૧૯ને બપોરે ૩ઃ૩૦ કલાકે ધર્મસભા યોજાશે. જેથી આ શિવકથાનો લાભ લેવા માટે તમામ ભક્તોને ગેવરીયા પરિવાર દ્વારા અનુરોધ કરાયો છે.