ગેનીબેનની હાજરીમાં જ ઠાકોર સમાજના આગેવાને જ પુત્રના લગ્ન પ્રસંગે બંધારણ તોડ્યાનો વીડિયો વાયરલહારીજમાં ઠાકોર સમાજના આગેવાને બંધારણ તોડ્યું હોવાનો વિડિઓ વાયરલ થયો છે. આ ઘટના સાંસદ ગેનીબેન ઠાકોરની ઉપસ્થિતિ માં બની છે, જ્યાં પાટણના પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ ઠાકોરના દીકરાના લગ્ન પ્રસંગે બંધારણનું ઉલંઘન થયું છે. આ પ્રસંગે વીઆઇપી રિસેપ્શન અને વીઆઇપી ભોજનની વિશેષ વ્યવસ્થા કરી,વીઆઇપી ઁ કંકોત્રી છપાવીને બંધારણ તોડવામાં આવ્યું હતું.
લગ્ન પ્રસંગમાં માત્ર એક જ મીઠાઈ પીરસવાની મર્યાદા હતી. એન્ટ્રી મારવાની પ્રથાનો પણ ઉલંઘન થયો. ઠાકોર સમાજના આગેવાનો વારંવાર બંધારણ તોડતા રહેતા હોવાથી સમાજમાં આ વિષય પર ચર્ચા વધી ગઈ છે. કેટલાક લોકોનું માનવું છે કે આ બંધારણ માત્ર ગરીબ લોકો માટે જ છે અને આગેવાનો તેના પાલન કરતા નથી.
સોશિયલ મીડિયામાં આ મુદ્દે ગરમાગરમ ચર્ચા ચાલી રહી છે. ગબ્બર ઠાકોરના ભાઈ અર્જુન ઠાકોરે ફેસબુકમાં પોસ્ટ કરીને આ મુદ્દા પર પોતાનો મંતવ્ય વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે બંધારણ માત્ર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર માટે જ બનાવાયું છે. સામાન્ય લોકો માટેનું આ બંધારણ આગેવાનો માટે કેમ લાગુ નથી એ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે.
પાટણના હારીજમાં ઠાકોર સમાજના આગેવાને બંધારણ તોડ્યું હોવાનું સામે આવ્યું છે. સાંસદ ગેનીબેન ઠાકોરની ઉપસ્થિતિ માં જ બંધારણનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. પાટણના પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ ઠાકોરના દીકરાના લગ્ન પ્રસંગે બંધારણનું ઉલ્લંગન કરાયું છે. બંધારણમાં વીઆઇપી રિસેપ્શન અને વીઆઇપી ભોજન, વીઆઇપી કંકોત્રી છપાવીને બંધારણ તોડ્યું છે. લગ્ન પ્રસંગે બંધારણમાં માત્ર એક જ મીઠાઈ પીરસવાનો ઉલ્લેખ કરાયો છે. બંધારણમાં હલ્દી રસમ,એન્ટ્રી મારવાની પ્રથા સહિત અન્ય કોઈ રસમોના પ્રસંગો કરવા પર પ્રતિબંધ છે.







































