અમરેલી જિલ્લામાં ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં વડીયા તાલુકાના તોરી ગામે પણ ગુરુપૂર્ણિમાના મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. તોરી ગામે ગુરૂવારના રોજ વહેલી સવારથી જ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી જેમાં નિરાધારોને રામરોટી, બાળકોને બટુકભોજન, ભજન-કીર્તન, પ્રભાતફેરી તેમજ સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે ભાવિક ભક્તો ચતુરભાઈ બોરડ, મનસુખભાઈ પોસિયા, રાજુભાઈ દવે, બાબુભાઈ વોરા, માવજીભાઈ વાઘાણી, રતિભાઈ ગેવરીયા, બાબુભાઈ ગેવરીયાની સતત દેખરેખ અને મહેનતથી આ સેવાકીય કાર્ય કરવામાં આવ્યું હતું.