ગુજરાતના ઈતિહાસમાં સૌથી મોટા નાણાકીય છેતરપિંડીના કેસોમાંના એક, બીઝેડ પોંઝી સ્કીમના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની નિયમિત જામીન અરજી પર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ છે. આ કેસે રાજ્યના રોકાણકારો, ખાસ કરીને અમદાવાદ, સાબરકાંઠા, અને મહેસાણા જેવા વિસ્તારોના હજારો લોકોનું ધ્યાન ખેંચ્યું છે, જેમણે ઝાલાની મ્ઢ ફાઈનાન્શીયલ સર્વિસિસમાં પોતાની જીવનભરની બચત ગુમાવી છે. હાઈકોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે, જેની આગામી દિવસોમાં જાહેરાત થવાની શક્્યતા છે. ભૂપેન્દ્રસિંહ ઝાલા, સાબરકાંઠાના હિંમતનગરના રહેવાસી, બીઝેડ ફાઈનાન્શીયલ સર્વિસિસ અને બીઝેડ ગ્રૂપના સીઇઓ પર ૨૦૨૦થી ૨૦૨૪ દરમિયાન ૧૧,૦૦૦થી વધુ રોકાણકારો પાસેથી ૪૫૦ કરોડથી લઈને ૬,૦૦૦ કરોડ સુધીની રકમ એકઠી કરવાનો આરોપ છે. ઝાલાએ રોકાણકારોને ૩૦-૩૬%ના વાર્ષિક વળતરનું વચન આપીને, ગોવાની ટ્રિપ, મોબાઈલ ફોન, ટીવી, અને લક્ઝરી કાર જેવા લાલચો આપીને છેતરપિંડી આચરી હોવાનું સીઆઇડી ક્રાઈમની તપાસમાં બહાર આવ્યું છે. આ સ્કીમમાં શુભમન ગિલ સહિત ગુજરાત ટાઈટન્સના ચાર ક્રિકેટરો, શિક્ષકો, અને સામાન્ય લોકો સહિતના રોકાણકારોનો સમાવેશ થાય છે.ઝાલા એક મહિના સુધી ફરાર રહ્યા બાદ ૨૭ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ મહેસાણાના એક ગામમાંથી ઝડપાયા હતા.સીઆઇડીએ તેમની સામે પાંચ એફઆઇઆર નોંધી, ૧૮ મિલકતો (૧૦૦ કરોડની કિંમત) જપ્ત કરી, જેમાં પોર્શ, મર્સિડીઝ, અને વોલ્વો જેવી લક્ઝરી કાર સહિત ૧.૫ કરોડની સંપત્તિ કબજે કરી છે. ઝાલાની અગાઉની અગોતરાજામીન અરજી ગુજરાત હાઈકોર્ટે ૨૩ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ નકારી હતી, જેમાં કોર્ટે આ કેસને “મોટા પાયે છેતરપિંડી” ગણાવી હતી.ગુજરાત હાઈકોર્ટમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાની નિયમિત જામીન અરજી પર તાજેતરમાં સુનાવણી યોજાઈ, જેમાં તેમના વકીલ વિરલ પંચાલે કોર્ટ સમક્ષ રોકાણકારોના પૈસા પરત કરવાની ખાતરી આપી. આ રીતે કુલ ૧૨૨ કરોડ એક વર્ષની અંદર પરત કરવાની ખાતરી આપવામાં આવી છે. ઝાલાના વકીલે એમ પણ દલીલ કરી કે સીઆઇડીએ ૬,૦૦૦ કરોડના કથિત સ્કેમનો આંકડો “કાલ્પનિક” ગણાવ્યો અને ખરેખર રોકાણની રકમ ૪૨૩ કરોડની આસપાસ છે, જેમાંથી ૧૭૨ કરોડ પરત નથી કરાયા. વકીલે એવો પણ દાવો કર્યો કે કોઈ રોકાણકારે ઝાલા વિરુદ્ધ વ્યક્તિગત રીતે છેતરપિંડીની ફરિયાદ નથી કરી.બીજી તરફ સરકારી વકીલ પ્રવીણ ત્રિવેદીએ જામીન અરજીનો વિરોધ કર્યો. તેમણે ઝ્રૈંડ્ઢની તપાસનો હવાલો આપતા જણાવ્યું કે ઝાલાએ ૧૧,૨૩૨ રોકાણકારો પાસેથી ૪૨૨.૯૬ કરોડ એકઠા કર્યા અને ૧૨,૫૧૮ સ્ટેમ્પ પેપર્સ દ્વારા રોકાણકરાર કર્યા, પરંતુ ૧,૨૮૬ રોકાણકારોની ઓળખ હજુ શોધવાની બાકી છે. તેમણે એમ પણ દલીલ કરી કે ઝાલાએ ઇમ્ૈંની મંજૂરી વિના ગેરકાયદે ડિપોઝિટ એકઠી કરી અને ૧૦૦ કરોડની સંપત્તિ ખરીદી જેમાં ૧૭ મિલકતો અને લક્ઝરી કારનો સમાવેશ થાય છે.ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ એમ.આર. મેંગડેએ આ કેસમાં અગાઉ અગોરજામીન અરજી નકારતી વખતે જણાવ્યું હતું કે “આ મોટા પાયે છેતરપિંડીનો મામલો છે, જેમાં હજારો લોકો છેતરાયા છે.” આ વખતે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે.સીઆઇડીની તપાસ હજુ ચાલુ છે અને ઝાલાની કસ્ટડી ૪ જાન્યુઆરી, ૨૦૨૫ સુધી લંબાવવામાં આવી છે.બીઝેડ ફાઈનાન્શીયલ સર્વિસિસે ગુજરાતમાં ૧૭ ઓફિસો ખોલી હતી. જેમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, અને ઉત્તર ગુજરાતના વિસ્તારોનો સમાવેશ થાય છે. ઝાલાએ ૩૬%ના વાર્ષિક વળતરના વચનો સહિત ૫ લાખના રોકાણ પર ટીવી/મોબાઈલ, ૧૦ લાખ પર ગોવાની ટ્રિપ, અને ૨૦ લાખ પર વિદેશ ટ્રિપ જેવી લાલચો આપી હતી. આ ઉપરાંત, એજન્ટોને ૧% કમિશન આપીને રોકાણકારોને આકર્ષવામાં આવ્યા હતા. સીઆઇડીની તપાસમાં જાણવા મળ્યું કે ઝાલાએ આ રકમમાંથી ૩૬૦ કરોડ વિવિધ ખાતાઓમાં ટ્રાન્સફર કર્યા અને માત્ર ૧ કરોડ જ ખાતામાં બાકી રાખ્યા હતા.