ગુજરાતં સહિત રાજ્યની છ  કોર્ટોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. તેમા સુરત, રાજકોટ, આણંદ, અમદાવાદ અને ભરૂચની કોર્ટને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ ધમકી લિબરેશન ઓફ તમિલ ટાઇગર્સ  દ્વારા આપવામાં આવી છે. આ તમામ કોર્ટને એક જ પેટર્નથી ધમકી આપવામાં આવી છે.એલટીટીઇના ભૂતપૂર્વ સભ્યો સાથે મળીને કાશ્મીર આઇએસકેપીના સભ્યોએ કોર્ટને નિશાન બનાવી છે.

આવી જ એક કોર્ટને મળેલી ધમકીના મેઇલમાં લખ્યું હતું કે કોર્ટ સંકુલમાં ત્રણ આરડીએક્સનો ઉપયોગ કરવા માટે આત્મઘાતી વિસ્ફોટ કરનાર આવી પહોંચ્યો છે. બપોરે ૧-૫૫ વાગ્યા સુધી આ વિસ્ફોટ થશે. તેથી કોર્ટ ખાલી કરી દો.

ટપાલની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, કોર્ટ સ્ટાફે તાત્કાલિક પ્રિન્સીપાલ જજને જાણ કરી. આ બાબતને ખૂબ જ સંવેદનશીલ ગણીને, જજે તાત્કાલિક પોલીસ વિભાગને ટપાલ વિશે જાણ કરવા અને સંપૂર્ણ સુરક્ષા તપાસ કરવાનો આદેશ આપ્યો. જજના આદેશને અનુસરીને, કોર્ટ સંકુલને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું.

પોલીસને માહિતી મળતાં જ, સ્થાનિક પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ એડમિનિસ્ટ્રેટિવ પોલીસની ટીમો તાત્કાલિક સુરત જિલ્લા કોર્ટ પરિસરમાં પહોંચી ગઈ. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી, સુરત જિલ્લા કોર્ટ અને ફાસ્ટ ટ્રેક કોર્ટ ઇમારતોમાં સઘન તપાસ શરૂ કરવામાં આવી. કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે વિવિધ પોલીસ ટીમોએ સંકુલના દરેક ખૂણામાં તપાસ શરૂ કરી.

સરકારી વકીલ નયન સુખવાલાએ જણાવ્યું હતું કે કોર્ટ સ્ટાફને વહેલી સવારે ટપાલ મળતાની સાથે જ તે જોવા મળી હતી. તેઓએ તાત્કાલિક પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ જજને જાણ કરી. પ્રિન્સીપાલ ડિસ્ટ્ર્રીક્ટ જજે પણ તાત્કાલિક પોલીસને જાણ કરી. પોલીસ હવે કોર્ટ બિલ્ડીંગની સઘન તપાસ કરી રહી છે. બોમ્બ સ્ક્વોડ પણ આવી ગઈ છે અને તપાસ કરી રહી છે.

કોર્ટ સંકુલમાં તપાસ પ્રક્રિયા ચાલી રહી હોવાથી, સુરક્ષાના ભાગ રૂપે પોલીસ અને બાર એસોસિએશન દ્વારા મહત્વપૂર્ણ સૂચનાઓ જારી કરવામાં આવી છે. કોર્ટ સ્ટાફ અને કોર્ટની બહાર ઉભેલા વકીલોને તાત્કાલિક બહાર નીકળી જવા કહેવામાં આવ્યું છે. તપાસ પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી કોર્ટમાં પ્રવેશ ન કરવા કડક સૂચનાઓ આપવામાં આવી છે, જેથી તપાસમાં કોઈ અવરોધ ન આવે અને પરિસ્થિતિ પર સંપૂર્ણ નિયંત્રણ જળવાઈ રહે.

આવકવેરા નજીક આવેલી અમદાવાદ ગ્રામીણ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. એક અજાણ્યા વ્યક્તિએ કોર્ટ આઈડી પર ઈમેલ મોકલીને તેને ઉડાવી દેવાની ધમકી આપી હતી. ધમકી બાદ કોર્ટનું કામકાજ સ્થગિત કરવામાં આવ્યું હતું. પોલીસને ઈમેલની જાણ કરવામાં આવી હતી. આ પછી, નવરંગપુરા પોલીસે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સાથે કોર્ટની તપાસ હાથ ધરી હતી.