બનાસકાંઠાના ડીસામાં એપ્રિલ મહિનામાં થયેલા ભયાનક ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આજે જાહેરહિતની અરજી પર સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર અને તેના વકીલો પર તીખી નારાજગી વ્યક્ત કરી હતી. આ ઘટનામાં ૨૧ નિર્દોષ લોકોના મોત થયા હતા, જેની તપાસ માટે રચાયેલી એસઆઈટીની રિપોર્ટ અંગે સરકારી તરફથી અજ્ઞતા વ્યક્ત કરવામાં આવતાં કોર્ટે સરકારી તંત્રને “કેસ્યુઅલ અપ્રોચ” અપનાવવાનો આક્ષેપ લગાવ્યો હતો.
જસ્ટિસની ખંડણીની અધ્યક્ષતામાં ચાલેલી સુનાવણીમાં હાઇકોર્ટે સરકારી વકીલોની કામગીરી પર ગંભીર અસંતોષ વ્યક્ત કર્યો. કોર્ટમાં હાજર થતા વકીલો કોઈ પણ પ્રકારની યોગ્ય તૈયારી વિના આવ્યા હોવાનું જણાવીને કોર્ટે તીખી નારાજગી દર્શાવી છે. “સુપ્રીમ કોર્ટના આદેશ પછી આ પ્રકારની સુનાવણી થઈ રહી છે અને તમને એસઆઇટી રિપોર્ટ અંગે કોઈ માહિતી નથી? આ કેવી તૈયારી છે?” એમ કોર્ટે પ્રશ્ન કર્યો હતો. આ ઉપરાંત કોર્ટે સ્પષ્ટ કર્યું કે સરકારી તંત્રનો આ બેદરકારીભર્યો અભિગમ આ કેસને લઈને ચિંતાજનક છે.
આ કેસમાં પીડિત પરિવારો દ્વારા દાખલ કરાયેલી જાહેરહિત અરજીમાં ફેક્ટરીના માલિકો અને અધિકારીઓની જવાબદારી પર ભાર મૂકવામાં આવ્યો હતો. હાઇકોર્ટે રાજ્ય સરકાર પાસેથી વિસ્તૃત અહેવાલ માંગ્યો છે, જેમાં અધિકારીઓની બેદરકારી, ગેરકાયદે ફેક્ટરીના લાઇસન્સ અને સુરક્ષા પગલાંની ઉપેક્ષા જેવી બાબતોનો સમાવેશ થવો જાઈએ. કોર્ટે ફેક્ટરીના માલિક ‘દીપક ટ્રેડર્સ’ અને અન્ય સંબંધિત વ્યક્તિઓને પણ પક્ષકાર બનાવવાનો આદેશ આપ્યો છે.
આગામી સુનાવણી દરમિયાન એસઆઇટીની રિપોર્ટ આપવાના નિર્દેશ આપતાં કોર્ટે કહ્યું કે, જા એસઆઇટી રિપોર્ટનું અધ્યયન થયું હોય તો તેના આધારે લેવાયેલા એક્શન ટેકનનો અહેવાલ પણ રજૂ કરવો જાઈએ. આ કેસની તપાસ માટે રચાયેલી ૫ સભ્યોની એસઆઈટીની કામગીરી પર પણ કોર્ટે નજર રાખવાની નીતિ જાહેર કરી છે.
આ બ્લાસ્ટ ઘટના એપ્રિલ ૧, ૨૦૨૫ના રોજ ડીસાની જીઆઇડીસીમાં થઈ હતી, જ્યાં ગેરકાયદે ફટાકડા ઉત્પાદન અને સંગ્રહને કારણે વિશ્ફોટ થયો હતો. આરોપી પિતા-પુત્ર ખુબચંદ અને દીપક મોનાણી વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધની સહિતની કલમો હેઠળ કાર્યવાહી થઈ છે, અને તપાસમાં તમિલનાડુ, રાજસ્થાન તથા મધ્યપ્રદેશમાં પણ તેમના વેપારની માહિતી સામે આવી છે. સુપ્રીમ કોર્ટે પણ આ કેસમાં હસ્તક્ષેપ કરીને જવાબ માંગ્યા હતા, જેના પછી હાઇકોર્ટમાં આ સુનાવણી થઈ છે.
પીડિત પરિવારોમાંથી આવતી રગતની અપીલો વચ્ચે કોર્ટની આ તીખી ટીકાએ સરકારી તંત્રને હલાવી નાખ્યો છે. આગામી સુનાવણીમાં જીં્‌ રિપોર્ટની આધારે કડક કાર્યવાહીની અપેક્ષા વધી ગઈ છે.