ગુજરાત વિધાનસભામાં ચાલી રહેલા બજેટ સત્રનો આજે સાતમો દિવસ છે. ત્યારે આજે પ્રશ્નોત્તરી કાળ દરમિયાન અધ્યક્ષ શંકર ચૌધરીએ ગુજરાત સરકારના મંત્રીઓને તૈયાર કરીને આવવા અંગે ટકોર કરી હતી. કોંગ્રેસના નેતાની ફરિયાદ પર અધ્યક્ષે મંત્રીઓને સંભળાવ્યું હતું.
આજે ગૃહમાં સાતમા દિવસે કોંગ્રેસના નેતા શૈલેષ પરમારની અધ્યક્ષ સમક્ષ ફરિયાદ કરી હતી કે, અમે પ્રશ્નો પૂછીએ છીએ પણ મંત્રીઓ જવાબ જ નથી આપી શકતા. આ સત્રમાં આ ૭ માં મંત્રી છે, જે પ્રશ્નોનો જવાબ જ નથી આપી શક્્યા. ત્યારે કોંગ્રેસના નેતાની ફરિયાર પર વિધાનસભા અધ્યક્ષે મંત્રીઓને ટકોર કરી હતી. શંકર ચૌધરીએ મંત્રીઓને કહ્યું હતું કે, મંત્રીઓએ જવાબ તૈયાર કરીને આવવું જાઈએ. મંત્રીઓ તૈયારીઓ કરે છે, પણ વધુ સારી તૈયારી કરવી જાઈએ. મંત્રીઓએ પૂરતી તૈયારીઓ કરીને ગૃહમાં આવવું જાઈએ. પ્રશ્નો પૂછાય અને તેના જવાબ મંત્રીઓ ન આપી શકે તેવું ન હોવું જાઈએ.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના સાતમા દિવસની બીજી બેઠક શરૂ થઈ છે. પ્રશ્નોત્તરીથી બીજી બેઠકનો આરંભ થયો. બીજી બેઠકમાં પુરક માંગણી પરની ચર્ચાનો બીજા અને અંતિમ દિવસ છે. જેમાં ઉદ્યોગ, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, સમૂહ વિકાસ અંગે ચર્ચા થઈ રહી છે. તેમજ શહેરી વિકાસ, મહિલા અને બાળ કલ્યાણ વિભાગ જેવી બાબતો પર ચર્ચા થશે.
તો વિધાનસભાના અધ્યક્ષ ઉપરાંત ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીએ પણ આજે ધારાસભ્યોને ટકોર કરી હતી. તેઓએ ધારાસભ્યોને ટીવીમાંથી વીડિયો રેકોર્ડ કરી સોશિયલ મીડિયા પર ન મૂકવા ટકોર કરી હતી. તેઓએ કહ્યું હતું કે, ગંભીર બાબત ધ્યાને આવી છે. વિધાનસભાની કાર્યવાહી લાઈવ દર્શાવતા ટીવી મુકાયા છે. ટીવીની સુવિધા માત્ર કાર્યવાહી નિહાળવા માટે છે. મોબાઈલ પર રેકોર્ડ કરી સોશિયલ મીડિયા પર મુકવું એ પ્રતિબંધ છે.









































