દાહોદ અને નર્મદા જિલ્લામાં કુપોષિત બાળકોના આંકડા સામે આવ્યા છે. જેમાં બે જિલ્લામાં કુપોષિત બાળકોની સંખ્યા ૩૦,૮૪૭ હોવાનું સામે આવ્યું છે. આ પ્રશ્નના જવાબમાં સરકાર દ્વારા જણાવ્યું હતું કે, બાળકોમાં કુપોષણ દૂર કરવા ફળ, બાલશકિત , દૂધ સંજીવની ના પેકેટ સહિતની કામગીરી, બે વર્ષ માં દાહોદ જિલ્લા માં ૩૧૭૨૭ કુપોષિત બાળકો ઘટ્યા, નર્મદા જિલ્લા માં પણ ૨૭૪૪ કુપોષિત બાળકોની સંખ્યા ઘટી હોવાનો દાવો કર્યો હતો.
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં પુછાયેલા પ્રશ્નના જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું કે દાહોદ અને નર્મદા જિલ્લામાં કુપોષિત બાળકોના આંકડા સામે આવ્યા છે. બે જિલ્લામાં કુપોષિત બાળકોની સંખ્યા ૩૦૮૪૭ હોવાનું સામે આવ્યું છે. નર્મદા જિલ્લામાં ૧૧,૨૫૩ તો દાહોદ જિલ્લામાં ૧૯૫૯૪ કુપોષિત બાળકો હોવાનું સામે આવ્યું છે. બાળકોમાં કુપોષણ દૂર કરવા સરકાર દ્વારા પગલા લેવામાં આવ્યા છે. ફળ, બાલશકિત , દૂધ સંજીવનીના પેકેટ સહિતની કામગીરી કરાયાનો જવાબ આપ્યો હતો. બે વર્ષમાં દાહોદ જીલ્લામાં ૩૧૭૨૭ કુપોષિત બાળકો ઘટ્યા હોવાનો દાવો કર્યો છે. નર્મદા જિલ્લામાં પણ ૨૭૪૪ કુપોષિત બાળકોની સંખ્યા ઘટી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.








































