ગુજરાત યુનિ.માં ૭૫ લાખની લેતીદેતીની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. જેમાં પૂર્વ સિન્ડિકેટ સભ્ય શ્વેતલ સુતરિયાએ પ્રોફેસને ધમકી આપી હતી. જા ૭૫ લાખ રૂપિયા ન આપે તો સસ્પેન્ડ કરાવી દેવાની ધમકી આપી હતી. ઓડિયોમાં સાંભળી શકાય છે કે શ્વેતલ સુતરિયા કહી રહ્યા છે કે મારા લેટરથી ૪ પ્રોફેસર સસ્પેન્ડ થયા છે.પીએમ અને સીએમ સુધી ફરિયાદ કરી ૪ પ્રોફેસરોને સસ્પેન્ડ કરાવ્યા હોવાનો શ્વેતલે દાવો કર્યો હતો.
ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય શ્વેતલ સુતરિયાએ ૨ પ્રોફેસર પાસે ૭૫-૭૫ લાખ રૂપિયા માગ્યા હોવાની ત્રણ મહિના પહેલા યુનિવર્સિટી સમક્ષ ફરિયાદ મળી હતી. જે પછી તેમની પાસે રાજીનામું લઈ લેવામાં આવ્યું હતું. હવે ફરી વખત શ્વેતલ સુતરિયાનું નામ ચર્ચામાં આવ્યું છે.
શ્વેતલ સુતરિયાનો એક કથિત વાતચીતની ઓડિયો વાયરલ થયો છે. ઓડિયોમાં સાંભળી શકાય છે કે શ્વેતલ સુતરિયા પ્રોફેસરને ધમકી મારી રહ્યો છે. જેમાં સાંભળી શકાય છે કે શ્વેતલ સુતરિયા કહી રહ્યો છે કે તને ખબર છે મારા પીએમ અને સીએમને લખેલા લેટરના કારણે જ ચાર પ્રોફેસરનો ભૂતકાળમાં સસ્પેન્ડ થયેલા છે.