(એ.આર.એલ),અમદાવાદ,તા.૧
ગુજરાત સહિત સમગ્ર દેશમાં કાળઝાળ ગરમી પડી રહી છે. જા કે રેમલ વાવાઝોડાએ બંગાળ સહિત કેટલાક ભાગોને હચમાવ્યું અને વરસાદ જાવા મળ્યો. આમ છતાં હાલ દેશમાં ગરમીએ કાળો કેર મચાવ્યો છે. આ બધા વચ્ચે હાલ ગુજરાતમાં ડસ્ટ સ્ટોર્મની આગાહી કરવામાં આવી છે. આ બધા વચ્ચે રાહતના સમાચાર એ છે કે દેશમાં વિધિવત રીતે દક્ષિણમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. દેશમાં હીટવેવના કારણે આ સીઝનમાં ૨૭૦ જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે. યુપીમાં ૧૬૦, બિહારમાં ૬૫, ઓડિશામાં ૪૧ જેટલા લોકોનો ભોગ લેવાઈ ગયો છે.
રાજ્યના હવામાન ખાતા દ્વારા કરાયેલી આગાહી મુજબ આગામી ૬ દિવસ તાપમાન યથાવત રહેશે. ચાર જિલ્લામાં આંધી વંટોળની આગાહી કરવામાં આવી છે. કચ્છ,પાટણ,બનાસકાંઠા, સુરેન્દ્રનગરમાં ત્રણ દિવસ સુધી ડસ્ટ સ્ટોર્મની આગાહી કરવામાં આવી છે. ૨૫ થી ૩૦ કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સમગ્ર રાજ્યમાં ભારે પવન ફૂંકાશે. અમદાવાદ અને ગાંધીનગરના તાપમાન ૪૩ થી ૪૪ ડિગ્રી આસપાસ રહેશે. આગામી ૪ જૂન સુધી તાપમાનમાં વધુ ફેરફાર નહી નોંધાય.
અમદાવાદની વાત કરીએ તો મે મહિનો અમદાવાદ શહેર માટે કાળઝાળ બની રહ્યો. ૩૧ દિવસમાંથી ૨૭ દિવસ તો સરેરાશ મહત્તમ તાપમાન ૪૨ ડિગ્રીને પાર જાવા મળ્યું. લોકો કાગડોળે જૂનમાં વરસાદ વરસે અને ગરમીથી રાહત મળે તેવી રાહ જાઈ બેઠા છે. ત્યારે એક સારા સમાચાર એ આવ્યા છે કે ૧૧ જૂન બાદ વરસાદ પડે તેવી સંભાવના છે.
હવામાનની આગાહી કરતી ખાનગી સંસ્થાના અનુમાન મુજબ અમદાવાદમાં ૧થી ૫ જૂન દરમિયાન તાપમાન ૪૧ થી ૪૨ ડિગ્રી આજુબાજુ રહી શકે છે. જ્યારે ૫-૭ જૂનના ગરમીમાં વધારો થતા તાપમાન ૪૪ ડિગ્રી પર પહોંચી શકે. જા કે ૮ જૂન બાદ ગરમી ઘટી શકે અને ૧૧ જૂન બાદ વરસાદ પડી શકે છે. ૧૧થી ૧૮ જૂન દરમિયાન અમદાવાદમાં છૂટો છવાયો વરસાદ પડે તેવી શક્યતા છે. જા કે ખરું ચોમાસું તો જૂન મહિનાના અંતમાં જાવા મળશે.
અમદાવાદમાં ગઈ કાલે ૪૨.૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે ગાંધીનગર, સુરેન્દ્ર નગર, ભાવનગર, અમરેલીમાં પણ ૪૧ ડિગ્રી કરતા વધુ તાપમાન જાવા મળ્યું. રાજકોટમાં ૪૦.૬, ગાંધીનગરમાં ૪૨.૪, સુરેન્દ્રનગરમાં ૪૨.૩, ભાવનગરમાં ૪૧.૫, અમરેલીમાં ૪૧.૨, ડીસામાં ૪૦.૨, છોટા ઉદેપુરમાં ૩૯.૧, વડોદરામાં ૩૯, દાહોદમાં ૩૮.૭, ભૂજમાં ૩૮.૪, સુરતમાં ૩૫ ડિગ્રી તાપમાન નોંધાયું.
હવામાન વિભાગે જે ડસ્ટ સ્ટોર્મની આગાહી કરી છે તેના પગલે સુરતમાં ડુમસ અને સુવાલીનો દરીયો સહેલાણીઓ માટે બંધ રહેશે. ૧ થી ૭ જૂન સુધી બંધ રહેશે. પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવશે. એક ટિમ સતત પેટ્રોલીગ કરશે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. પવનને કારણે ગરમીમાં રાહત છતાં બફારો વધતા લોકો હેરાન પરેશાન છે.