ઈરાન યુદ્ધને કારણે ભારતમાં તેલ અને ગેસની સપ્લાય પર અસર પડી છે. આ વચ્ચે રાહતના મોટા સમાચાર સામે આવ્યા છે.ઓએનજીસીના દમણ અપસાઇડ પ્રોજેકટથી ગેસનું પ્રોડક્શન શરૂ થઈ ગયું છે. મહત્વનું છે કે સરકારી તેલ કંપની ઓએનજીસી ૯ ઓયલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન) એ અરબ સાગરમાં સ્થિતી પોતાના દમણ અપસાઇડ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટથી ગેસનું ઉત્પાદન સફળતાપૂર્વક શરૂ કર્યું છે. ગુજરાતની નજીક ઉત્તર-પશ્ચિમમાં સ્થિતી આ પ્રોજેક્ટને ઓએનજીસીએ કોઈ મિશન મોડની જેમ પૂરુ કર્યું છે. આશરે ૧ અબજ ડોલર (લગભગ ૮૩૦૦ કરોડ) ના ખર્ચવાળા આ પ્રોજેક્ટને ટેન્ડર મળ્યાના માત્ર બે વર્ષની અંદર શરૂ કરી દેવામાં આવ્યો છે. ૨૯ માર્ચ ૨૦૨૬ના પ્લેટફોર્મ મ્-૧૨-૨૪ઁ થી ગેસનો પ્રવાહ શરૂ થયો, જેને સીધો ગુજરાતના હજીરા પ્લાન્ટ મોકલવામાં આવ્યો છે.
ઈરાન પર અમેરિકાના હુમલા બાદ તેહરાને તાજેતરમાં હોર્મુઝ અને બાબ અલ-મંડેબ જેવા મહત્વપૂર્ણ સમુદ્રી તેલ માર્ગને બ્લોક કરવાની ધમકી આપી છે. ભારત પોતાની જરૂરિયાતના ૫૦ ટકાથી વધુ નેચરલ ગેસ આયાત કરે છે. તેવામાં ઘરેલું સ્તર પર ગેસ ઉત્પાદન વધારવું ભારત માટે કોઈ રણનીતિક જીતથી ઓછું નથી. આ ગેસ પ્લાન્ટ ચાલૂ થવાથી ભારતની આયાત પર નિર્ભરતા ઓછી થશે. ઘરેલું ઉત્પાદન વધવાથી વિદેશી મુદ્રાની પણ બચત થશે. એટલું જ નહીં જા ઈરાન યુદ્ધને કારણે સપ્લાયમાં સમસ્યા આવે તો આ પ્રોજેક્ટ ઘરેલું માંગને સંભાળવામાં મદદ કરશે.
ઓએનજીસીએ આ પ્રોજેક્ટમાં ડ્રિલ-ડેક જેવી આધુનિક અને ઇનોવેટિવ તકનીકનો ઉપયોગ કર્યો છે. કંપનીની ડ્રિલિંગ અને પ્રોડક્શન ટીમોના આપસી તાલમેલને કારણે આટલા ઓછા સમયમાં ગેસનું ઉત્પાદન સંભવ થઈ શક્યું છે. આવનારા દિવસોમાં બધા કુવામાંથી ગેસનું ઉત્પાદન તબક્કાવાર વધારવામાં આવશે. આ પ્રોજેક્ટથી નિકળનાર ગેસનો સીધો ફાયદો સામાન્ય લોકો અને ઉદ્યોગોને મળશે. ગેસની ઉપલબ્ધતાથી ફર્ટિલાઇઝર પ્લાન્ટ્સનો ખર્ચ ઘટશે. ઘરેલું અને વાહનો માટે સીએનજી પીએનજી ગેસની સપ્લાય વધુ સ્થિતી થશે.
તમને જણાવી દઈએ કે હઝીરા પ્લાન્ટ ભારતનું સૌથી મહત્વપૂર્ણ ગેસ ટર્મિનલ છે. અગીંથી ગેસને વિશ્વ પ્રસિદ્ધ એચબીજે (હઝીરા-વિજયપુર-જગદીશપુર) પાઇપલાઇનમાં નાખવામાં આવે છે, જે ઉત્તર ભારતના ખાતર કારખાના અને વીજળી પ્લાન્ટને ઈંધણ આપે છે. હઝીરાથી નિકળનાર ગેસ ભારતની ખાદ્ય સુરક્ષા માટે જરૂરી છે. દેશના ઘણા મોટા યુરિયા (ખાતર) કારખાના હઝીરાથી મળનાર ગેસ પર નિર્ભર છે. આ સિવાય ઘણા ગેસ આધારિત વીજળી પ્લાન્ટ્સને અહીંથી ઈંધણ મળે છે.
હઝીરા પ્લાન્ટ્સથી એલપીજી (રસોઈ ગેસઃ નું ભારે માત્રાં ઉત્પાદન થાય છે. જે કાચો ગેસ પાઇપલાઇન દ્વારા હઝીરા આવે છે, તેમાં માત્ર મીથેન જ હોતું નથી પરંતુ તેમાં પ્રોપેન અને બ્યૂટેન પણ હોય છે. હઝીરા પ્લાન્ટમાં આ બંનેને અલગ કરવામાં આવે છે અને આ મિશ્રણને આપણે એલપીજી કરીએ છીએ. તેથી ગેસ ઉત્પાદન વધવાથી એલપીજી સંકટમાં રાહત મળવાની આશા છે.





































