સી.વી.એમ. યુનિવર્સિટી પ્રમુખ તથા અધ્યક્ષ ચરોતર વિદ્યા મંડળના ભીખુભાઈ પટેલની શિક્ષણ તથા સામાજિક ક્ષેત્રે કરેલ અનન્ય યોગદાન બદલ પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે પહેલી મે ગુજરાત સ્થાપના દિવસે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત ગરિમા પુરસ્કાર ૨૦૨૫ એનાયત કરવામાં આવ્યો. ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ દેવવ્રત આચાર્ય અને સૌમ્ય અને નિષ્ઠાવાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે ગુજરાત ગૌરવ પુરસ્કાર ૨૦૨૫ ભીખુભાઈ પટેલને અર્પણ કરવામાં આવ્યો.
સી.વી.એમ. યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર, આણંદમાં હાયર એજ્યુકેશન ક્ષેત્રે શ્રેષ્ઠ કાર્ય કરી રહી છે. ભીખુભાઈ પટેલ એવું અંગત માને છે કે શિક્ષણ એ સમાજનું દર્પણ છે. શિક્ષણ થકી જ રાષ્ટ્રનો પાયો મજબૂત બની શકશે. વિકસિત ભારતનું નિર્માણ કરવામાં શિક્ષણ અનિવાર્ય છે. ચરોતર વિદ્યા મંડળ દ્વારા પ્રાથમિકથી માંડીને ઉચ્ચ શિક્ષણ સુધીની વિવિધ ક્ષેત્રની સંસ્થાઓ નિષ્ઠા અને ઉત્તમ ગુણવત્તા થકી કાર્ય કરી રહી છે. સંસ્થા પાસે શૈક્ષણિક તેમજ સંશોધન કાર્ય માટે તમામ માળખાગત સુવિધાઓ છે. શિક્ષણ
સંસ્કૃતિનું વાહક હોવાનું કહેવાય છે. આજનું નવું વલ્લભ વિદ્યાનગર સરદાર પટેલની ન્યુ ઈન્ડિયાની દ્રષ્ટિની પરિપૂર્ણતા જેવુ લાગે છે. ભારતની આંતરિક ભાવના આપણને આ જમીન ઉપર એક મહાન કેન્દ્ર સ્થાપિત કરવા માટે બોલાવે છે. જ્યાં તમામ બૌદ્ધિક શક્તિઓ નોલેજ નામની સંસ્કૃતિ બનાવવા માટેના હેતુ માટે એકત્રિત કરશે. પૂજ્ય ભાઈકાકા, એચ.એમ. પટેલના સપનાના આપણે વારસો છીએ. વલ્લભ વિદ્યાનગર શિક્ષણનું હબ બની રહ્યું છે. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠતાના કેન્દ્રમાં લઈ જવા માગીએ છીએ. આ સંસ્થાની ઉત્તમ પ્રગતિ અને વિદ્યાર્થીઓ માટે ઉજ્જવળ ભાવિ માટે સી.વી.એમ યુનિવર્સિટી કાર્ય કરવા માટે કટિબદ્ધ છે.
શિક્ષણના સર્વાંગી વિકાસ માટે સતત પ્રતિબદ્ધતા અને આગવી દ્રષ્ટિએ દેશ અને વિદેશમાં યુવાનોને શિક્ષિત કરીને વિકસિત ભારત ૨૦૪૭ અને આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે મજબૂત પાયાની રચના કરી છે. દૃષ્ટિવાન શિક્ષણજીવ અને માર્ગદર્શક ભીખુભાઈ પટેલ માટે ગૌરવ લેવાની બાબત છે. ગુજરાત ગરિમા પુરસ્કાર ૨૦૨૫ સી.વી.એમ. યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગરના આદર્શ શૈક્ષણિક ગુણવત્તાવાળા કાર્યો અને સમાજ સેવામાં અનન્ય પ્રદાન કરવાથી તેમને આ એવોર્ડ પ્રાપ્ત થયો છે. આવા ભેખધારી કેળવણીકારો અને દીર્ઘદ્રષ્ટાઓ વિદ્યાનગરની શૈક્ષણિક સંસ્થાઓને પ્રાણવાયુની જેમ સતત આગળ વધારતા રહે છે. શિક્ષણ થકી સમાજનો સર્વાંગી વિકાસ થશે. ભારતે વિશ્વ સાથે કદમ મિલાવવા હશે તો શિક્ષણ જ પાયાનો એકમ છે તેવું તે સ્પષ્ટ માને છે. જ્યારે તેમને ગુજરાત ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત થયો ત્યારે તેમણે તેમની અંતરની લાગણી વ્યક્ત કરી છે. મારે તો મારા વિદ્યાનગરને વિદ્યાનગરી અને સંસ્કારનગરી બનાવવી છે. સ્વ. સી.એલ.પટેલની જેમ ઉત્તમ કાર્ય કરી રહ્યા છે. અન્ય ટ્રસ્ટીઓ શિક્ષણના ક્ષેત્રે યુનિવર્સિટી પ્રગતિના પંથે આગળ વધે તેવા શ્રેષ્ઠ કાર્યો કરી રહ્યા છે. જ્યારે તેમને ગુજરાત ગૌરવ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો ત્યારે સાક્ષરનગરીના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, સાંસદ મિતેશભાઇ પટેલ, નાયબ દંડક રમણભાઈ સોલંકી, આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, સોજીત્રાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ, પેટલાદના ધારાસભ્ય અને આદર્શ પ્રિન્સિપાલ કમલેશભાઈ પટેલ તેમજ જિલ્લાના અન્ય રાજકીય અને સામાજિક વ્યક્તિઓએ એવોર્ડ પ્રાપ્ત થતા ગૌરવની લાગણી વ્યક્ત કરી છે અને શુભેચ્છા પાઠવી છે. સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ ડો. નિરંજનભાઇ પટેલ તેમજ આમંત્રિત મહેમાનોએ યોગ્ય વ્યક્તિને યોગ્ય સન્માન પ્રાપ્ત થતા રાજીપો વ્યક્ત કર્યો છે.
સરદાર પટેલના વિચારોને જીવંત રાખવામાં તેમનો અનન્ય ફાળો છે. સી.વી.એમ. યુનિવર્સિટી દ્વારા બે દિવસનો નેશનલ સેમિનાર સરદાર પટેલના ૧૫૦ મી જન્મ જયંતીના ઉપક્રમે યોજાનાર છે. તેમાં પૂજ્ય ભીખુદાદાનો અનન્ય ફાળો છે. આવી સંસ્થાઓમાં દીર્ઘદ્રષ્ટા અને કેળવણીના જીવો રસ લઈને પ્રામાણિકતાથી સેવા બજાવતા હોય છે ત્યારે જ શિક્ષણની ફોરમ વૈશ્વિક ફલક સુધી પહોંચે છે. હું જે યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.નો વિદ્યાર્થી બનવાનો છું તેનું મને પણ ગૌરવ છે. પૂજ્ય ભીખુદાદાને ગુજરાત ગૌરવ પુરસ્કાર ૨૦૨૫ પ્રાપ્ત થયો છે ત્યારે અંતરની શુભેચ્છા પાઠવું છું. Mo.૯૮૨૫૭૦૨૨૮૨