અમદાવાદ ખાતે ગુજરાત ખાદીગ્રામ ઉદ્યોગની સામાન્ય સભા યોજાઈ હતી. આ સામાન્ય સભામાં રાજ્યના તમામ હોદ્દેદારો હાજર રહ્યા હતા. જેમાં સામાન્ય સભામાં રાજ્ય સંઘના ચેરમેન તરીકે બ્રહ્મ સમાજ અગ્રણી પરાગ ત્રિવેદીની નિમણૂક કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીએ છે કે પરાગ ત્રિવેદી અમરેલી જિલ્લા બ્રહ્મ સમાજના આગેવાન છે અને ગાંધીવાદી કાર્યકર સ્વ.હર્ષદભાઈ ત્રિવેદીના પુત્ર છે. પરાગભાઈ ત્રિવેદી વર્ષોથી ખાદી અને ગાંધી વિચારધારા સાથે જોડાયેલા છે. પરાગ ત્રીવેદીની ખાદી સંઘના ચેરમેન તરીકે વરણી થતાં અમરેલી જિલ્લા બ્રહ્મ સમાજ દ્વારા અભિનંદનની વર્ષા થઈ રહી છે.