ગુજરાત એટીએસે વધુ એક નકલી હથિયાર લાઇસન્સ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે, જેમાં યુપીમાંથી નકલી હથિયાર લાઇસન્સ જારી કરવામાં આવી રહ્યા હોવાનું બહાર આવ્યું છે. ગુજરાત છ્‌જીએ આ કૌભાંડમાં સંડોવાયેલા ૭ આરોપીઓની ધરપકડ કરી છે, પોલીસે હથિયારો કેવી રીતે જારી કરવામાં આવી રહ્યા હતા તે જાણવા માટે પૂછપરછનો દોર શરૂ કર્યો છે.ગુજરાત એટીએસે ૭ આરોપીઓની ધરપકડ કરી છે. શોલે સિંહ સેંગર, વેદ પ્રકાશ સિંહ સેંગર, મુકેશ સિંહ, રાજેન્દ્ર સિંહ, વિજય સિંહ, અભિષેક ત્રિવેદી, અજય સેંગરની ધરપકડ કરવામાં આવી છે, જેમની પાસેથી એટીએસએ ૭ રિવોલ્વર અને ૨૬૧ જીવતા કારતૂસ જપ્ત કર્યા છે.

ઉત્તર પ્રદેશમાંથી નકલી હથિયાર લાઇસન્સ કૌભાંડનો પર્દાફાશ થયો છે,એટીએસએ કૌભાંડમાં સંડોવાયેલા ૭ આરોપીઓની ધરપકડ કરી છે, ગુજરાતના અમદાવાદના વસ્ત્રલ, મેઘનાનગર, અડાલજ વિસ્તારોમાંથી ૭ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.એટીએસે અગાઉ પણ હથિયાર લાઇસન્સ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.

રાજ્યમાં નકલી દસ્તાવેજાના આધારે નકલી હથિયાર લાઇસન્સ મેળવનારાઓ સામે પોલીસે કાર્યવાહી કરી. ગેરકાયદેસર રીતે લાઇસન્સ મેળવનારા ૧૬ લોકોની પોલીસે ધરપકડ કરી. મોટાભાગના નકલી લાઇસન્સ અમદાવાદ, સુરત, બોટાદમાં બનાવવામાં આવ્યા હતા. પોલીસે અનિલ રાવલ, અર્જુન ભરવાડ, જનક પટેલ, રમેશ ભોજા, વિરમ ભરવાડની ધરપકડ કરી. ખોટી રીતે અને ખોટા દસ્તાવેજાના આધારે નકલી લાઇસન્સ બનાવવામાં આવ્યા હતા.

આ બધા હથિયારો નાગાલેન્ડથી મંગાવવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ ૨૫ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસને લાગે છે કે આ કૌભાંડ ફક્ત ગુજરાત પૂરતું મર્યાદિત નથી પરંતુ ભારતના અન્ય જિલ્લાઓમાં પણ ફેલાયેલું છે.