ગુજરાતમાં શિયાળાનો અસલી મિજાજ જાવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તર-પૂર્વીય ઠંડા અને સૂકા પવનો ફૂંકાતા રાજ્યભરમાં કડકડતી ઠંડીનું મોજું વહેતું થયું છે. કચ્છનું નલિયા રાજ્યનું સૌથી ઠંડું સ્થળ બન્યું છે, જ્યાં તાજેતરમાં લઘુત્તમ તાપમાન ૪.૮ ડિગ્રી સેસ્લીયસ સુધી ગગડ્યું છે જે સિઝનનું સૌથી નીચું તાપમાન છે અને સામાન્ય કરતાં લગભગ ૪.૮ ડિગ્રી ઓછું છે.
તાજેતરના લઘુત્તમ તાપમાનના આંકડા
શહેર લઘુત્તમ તાપમાન
નલિયા ૪.૮ (સૌથી ઠંડું)
અમદાવાદ ૧૧.૭°
અમરેલી ૮.૬°
ગાંધીનગર ૧૦.૮°થી ૧૩.૪°
કંડલા ૮°થી ૧૧.૯
વડોદરા ૧૩.૨થી ૧૫°
ભુજ ૧૧° આસપાસ
સુરત ૧૫.૬°થી ૧૭.૪°
ડીસા ૧૦.૧°થી ૧૧.૪°
ઉત્તર ભારતમાંથી આવતા ઠંડા પવનો અને હિમાલય તરફના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર, જેનાથી શીતલહેર જેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને રાત્રે અને વહેલી સવારે ઠંડીનો અહેસાસ વધુ તીવ્ર બને છે.ડિસેમ્બર ૨૦૨૫માં ગુજરાતમાં ઠંડી નોંધપાત્ર રીતે હળવી રહી હતી. અલ નિનોની અસર અને અરબી સમુદ્ર તરફથી આવતા ગરમ-ભેજવાળા પવનોને કારણે લઘુત્તમ તાપમાનમાં ઓછો ઘટાડો થયો હતો.
નલિયામાં ગત વર્ષે ડિસેમ્બરમાં ૨૨ વખત તાપમાન ૧૦° સેથી નીચે ગયું અને સૌથી ઓછું ૪.૨ સે હતું.આ વખતે ડિસેમ્બરમાં માત્ર ૪-૫ વખત જ ૧૦° સેથી નીચે ગયું, સૌથી ઓછું ૮.૮ સે આસપાસ રહ્યું.અમદાવાદમાં ગત વર્ષે ૧૪ દિવસ ૧૪સેથી નીચે રહ્યું, આ વખતે માત્ર ૪ વખત.પરંતુ જાન્યુઆરી ૨૦૨૬ની શરૂઆતમાં સ્થિતિ બદલાઈ છે અને ઠંડી તીવ્ર બની છે.