ગુજરાતમાં ઠંડીના કહેર વચ્ચે હવે ફરી એકવાર કમોસમી વરસાદ એટલે કે માવઠાનું સંકટ તોળાઈ રહ્યું છે. હવામાન નિષ્ણાતોની આગાહી મુજબ, આગામી ૨૧ થી ૨૬ જાન્યુઆરી દરમિયાન રાજ્યના વાતાવરણ માં મોટો પલટો આવશે. ઉત્તર ગુજરાત અને કચ્છ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડવાની શક્્યતાને પગલે કેરીના પાક અને રવિ પાક લેતા ખેડૂતોમાં ભારે ચિંતા પ્રસરી ગઈ છે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, ૨૧ જાન્યુઆરીથી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ સર્જાશે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં હળવો કમોસમી વરસાદ પડી શકે છે. આ માવઠાને કારણે કેરીના મોર (ફૂલ) અને અન્ય પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
૨૬ જાન્યુઆરીની આસપાસ ઉત્તર ભારત સહિત ગુજરાતમાં ઠંડીની તીવ્ર લહેર જાવા મળશે. પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં બરફવર્ષા અને વરસાદની અસર ગુજરાત પર પણ થશે. કચ્છ, સૌરાષ્ટÙ અને ઉત્તર ગુજરાતમાં રાત્રિના તાપમાનમાં ધરખમ ઘટાડો થતા ‘કાતિલ ઠંડી’ અનુભવાશે.રાજ્યમાં હાલ ઠંડીનું જાર યથાવત છે. લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો, નલિયા ૯.૨ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર નોંધાયું છે. જ્યારે અમરેલી ૯.૬ ડિગ્રી તાપમાન સાથે બીજા નંબરે રહ્યું છે. જા આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ સર્જાશે, તો પવનની ગતિ અને ભેજને કારણે ઠંડી ‘ભૂક્કા બોલાવશે’ તેવી શક્યતા  છે.