ગુજરાત રાજ્યમાં આ અઠવાડિયે ઠંડીનું પ્રમાણ સામાન્ય કરતાં થોડું ઓછું રહેવાની હવામાન વિભાગની આગાહી છે. છેલ્લા ઘણા દિવસોથી ઉત્તર ભારતમાં શિયાળાની ઠંડીમાં સતત વધારો જાવા મળી રહ્યો છે, પરંતુ ગુજરાતમાં હજી સુધી શિયાળાનું પ્રભાવ નક્કર રીતે અનુભવાતું નથી. રાજ્યમાં આજથી શરૂ થયેલી ઠંડીમાં ઘટાડાની સ્થિતિ આગામી પાંચ દિવસ સુધી ચાલુ રહેવાની શક્યતા છે.હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર કચ્છના નલિયામાં સૌથી ઓછું ૧૦.૪ ડિગ્રી સેલ્સીયસયસ તાપમાન નોંધાયું છે, જે હાલ ગુજરાતમાં નોંધાયેલા લઘુત્તમ તાપમાનોમાં સૌથી ઓછું છે. નલિયામાં દર વર્ષે શિયાળાની શરૂઆત સાથે પારો ઝડપી ગતિએ નીચે ઉતરતો હોય છે, પણ આ વર્ષે ઉત્તર તરફથી આવતા ઠંડીના પવનોનું જાર ઓછું હોવાને કારણે ઠંડીનું પ્રભાવ રાજ્યમાં વિખરાયેલું જાવા મળી રહ્યું છે.રાજ્યના ઉત્તર ગુજરાત, કચ્છ અને મધ્ય ગુજરાતમાં દિવસ દરમિયાન હલકી ઠંડી અને રાત્રે નમવાનો અહેસાસ થઈ રહ્યો છે, પરંતુ અત્યાર સુધી ભારે ઠંડી કે શિયાળાની લહેરનો પ્રભાવ નોંધાયો નથી. વડોદરા, અમદાવાદ અને રાજકોટ જેવા શહેરોમાં સવાર-સાંજ પવનની ઝડપમાં થોડો વધારો જાવા મળે છે, પરંતુ લઘુત્તમ તાપમાન સામાન્ય સ્તરે જ છે.ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને અરવલી જિલ્લાઓમાં શિયાળાનો પ્રભાવ સામાન્ય કરતાં વધારે રહેવાની આશા છે. કચ્છ, ખાસ કરીને નલિયા અને મંડવી વિસ્તાર હંમેશની જેમ રાજ્યમાં સૌથી ઠંડો રહેશે. જ્યારે દક્ષિણ ગુજરાત, ખાસ કરીને વલસાડ, નવસારી અને સુરત જિલ્લાઓમાં ઠંડીનું પ્રમાણ ડિસેમ્બરના મધ્ય પછી વધુ અનુભવાશે.આમ તો નવેમ્બર મહિનાની છેલ્લી સપ્તાહમાં ગુજરાતમાં ઠંડીનું મોજું સામાન્ય રીતે શરૂ થઈ જતું હોય છે, પરંતુ આ વર્ષે ઠંડી મોડેથી આવવાની સંભાવના છે. હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે હાલના હવામાનમાં કોઈ મોટા ફેરફારની શક્્યતા નથી અને આગામી પાંચ દિવસ સુધી ઠંડીના પ્રમાણમાં વધારો નહીવત રહેશે.તેમ છતાં રાત્રિ-સવારના સમયે લોકો હળવી ઠંડીનો અનુભવ કરશે અને સ્વેટર અથવા હળવા શોલની જરૂરિયાત રહેશે. ડિસેમ્બર મહિનામાં, ખાસ કરીને બીજા અઠવાડિયાથી, ગુજરાતમાં શિયાળાનું વાસ્તવિક પ્રભાવ અનુભવાશે અને પારો દસ ડિગ્રીથી નીચે ઉતરવાની મોટી શક્યતા છે.ગુજરાતીમાં શિયાળાની મોસમને લઈને ઉત્સાહ હોય છે કારણ કે લોકો ગરમ ખાણીપીણી, પ્રવાસ, અને તહેવારોનો આનંદ માણે છે, પરંતુ હાલ રાજ્યમાં ઠંડી “નામમાત્ર” છે. જાકે હવામાન નિષ્ણાતોનું માનવું છે કે આ સ્થિતિ ઘણો સમય ટકશે નહીં અને ડિસેમ્બરની શરૂઆતમાં જ ઠંડીનો પ્રભાવ રાજ્યમાં જામશે.










































