ગુજરાતમાં શિયાળાની ઠંડી હવે તેના પૂરા મિજાજમાં આવી ગઈ છે. કચ્છના નલિયામાં લઘુત્તમ તાપમાન ૯ ડિગ્રી સેલ્સીયસ નોંધાતા તે રાજ્યનું સૌથી ઠંડુંગાર સ્થળ બન્યું છે. અન્ય શહેરોમાં પણ પારો નીચે ઉતર્યો છે, જેમાં રાજકોટ ૧૦.૧°, ભુજ ૧૦.૨°, કંડલા ૧૦.૪° અને અમદાવાદમાં ૧૪.૪° તાપમાન નોંધાયું છે.નલિયા ૯.૦°, સુરેન્દ્રનગર ૨.૦° ,રાજકોટ ૧૦.૧,ગાંધીનગર ૧૩.૪°,ભુજ ૧૦.૨,મુન્દ્રા ૧૩.૦, કંડલા ૧૦.૪°,મહુવા ૧૩.૩°,કેશોદ ૧૧.૧,અમદાવાદ ૧૪.૪°, અમરેલી ૧૧.૬°,દ્વારકા અને ભાવનગર ૧૪.૬° ડીસા ૧૧.૪° વડોદરા ૧૫.૦°
હવામાન નિષ્ણાતો અનુસાર, સામાન્ય રીતે ડિસેમ્બર-જાન્યુઆરીમાં ઉત્તર ભારત અને હિમાલય તરફથી આવતા સૂકા અને ઠંડા પવનો ગુજરાતમાં કડકડતી ઠંડી લાવે છે. આ વર્ષે હિમાલયમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ના અભાવે ભારે હિમવર્ષા ઓછી થઈ છે, જેના કારણે ઠંડા પવનોની તીવ્રતા ઓછી રહી હતી. વધુમાં, પ્રશાંત મહાસાગરમાં ‘અલ નિનો’ની અસરથી વૈશ્વિક સ્તરે શિયાળો હુંફાળો રહ્યો છે. અરબી સમુદ્ર તરફથી આવતા ગરમ અને ભેજવાળા પવનોને કારણે પણ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો અટક્્યો હતો.જાકે, હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે. તાજેતરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઉત્તર ભારતમાં હિમવર્ષા વધી છે, જેના કારણે ઠંડા પવનો ગુજરાત સુધી પહોંચી રહ્યા છે.
છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતમાં ત્રણેય ઋતુઓમાં મોટા ફેરફાર જાવા મળી રહ્યા છે. ડિસેમ્બરમાં સામાન્ય રીતે કાતિલ ઠંડી પડતી હોય છે, પરંતુ આ વર્ષે ગત વર્ષની સરખામણીએ ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ગત વર્ષે ડિસેમ્બરમાં ૨૨ વખત ૧૦°થી નીચે તાપમાન નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં ગત વર્ષે ૧૪ દિવસ ૧૪°થી નીચે તાપમાન નોંધાયું હતું. માહિતી અનુસાર આ વર્ષે નલિયા સિવાય કોઈ વિસ્તારમાં ૧૦°થી નીચે તાપમાન નથી નોંધાયું.
ભારતીય હવામાન વિભાગ અનુસાર, આગામી ૫-૭ દિવસોમાં ગુજરાતમાં ઠંડીમાં વધારો થશે. ઉત્તર ભારતમાં ન્યૂનત્તમ તાપમાનમાં ૨-૪°નો ઘટાડો થઈ શકે છે, જેની અસર ગુજરાત પર પણ પડશે. ખાસ કરીને રાત્રે અને સવારે શીતલહેરનો પ્રભાવ તીવ્ર બનશે.





































