ભારતીય રેલવેએ પુણે શહેર માટે મોટો નિર્ણય લીધો છે, જેનો લાભ ગુજરાત સહિતના અનેક રાજ્યોના મુસાફરોને મળશે. પુણેથી ૪ નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો શરૂ થવાની તૈયારી છે, જેના કારણે હવે મહારાષ્ટ્ર અને તેના આજુબાજુના રાજ્યોની હાઇ-સ્પીડ રેલ કનેક્ટીવિટી મજબૂત બનશે. ખાસ કરીને ગુજરાતના લોકો માટે આ નવા ટ્રેન રૂટ ખુબ જ લાભદાયી સાબિત થશે, કારણ કે પુણે-વડોદરા વંદે ભારત રૂટ હવે વધુ ઝડપી અને આરામદાયક મુસાફરીનો વિકલ્પ બનશે.

આ ટ્રેન દૌંડ, અહમદનગર, છત્રપતિ સંભાજીનગર અને જાલના જેવા શહેરોમાં રોકાશે. આ ટ્રેન શેગાંવ જતા ભક્તો માટે ખાસ લાભદાયી છે, જ્યાં સંત ગજાનન મહારાજનું મંદિર આવેલું છે. મહારાષ્ટ્રના ભક્તો માટે પવિત્ર યાત્રા હવે વધુ સરળ બની જશે.

ગુજરાત માટે ખાસ મહત્વની ટ્રેન બની શકે છે. તેના સંભવિત સ્ટોપેજ લોનાવાલા, પનવેલ, વાપી અને સુરત પર હોઈ શકે છે. આ ટ્રેન વડોદરા અને પુણે વચ્ચેનો ૯ કલાકનો મુસાફરી સમય ૬-૭ કલાકમાં પૂરું કરી દેશે. ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે વ્યવસાયિક અને પારિવારિક સંબંધો માટે આ ટ્રેન એક મોટું પગલું સાબિત થશે. સુરત અને વડોદરા જેવા શહેરોના વેપારીઓ, વિદ્યાર્થીઓ અને ટેકનિકલ કર્મચારીઓ માટે ખાસ રાહત મળશે.

આ ટ્રેન દૌંડ, સોલાપુર અને ગુલબર્ગા ખાતે રોકાશે. આ ટ્રેનથી મુસાફરીનો સમય લગભગ ૨-૩ કલાક સુધી ઘટી જશે. ટેકનિકલ અને આઇટી ક્ષેત્રના લોકોને હવે હાઇ-સ્પીડ ટ્રેનથી વધુ સુવિધાજનક મુસાફરી મળશે. મહારાષ્ટ્ર અને તેલંગાણા વચ્ચેનો સંબંધ પણ મજબૂત બનશે. આ ટ્રેન સતારા, સાંગલી અને મિરાજમાં સ્ટોપ કરશે. કર્ણાટકના ઉત્તર ભાગ સાથે પુણેનું ઉદ્યોગિક જોડાણ વધુ મજબૂત બનશે, અને વેપાર માટે નવી તકો ઊભી થશે.