ગ્લોબલ સાઉથમાં એઆઇમાં ૫૦ બિલિયન, અથવા આશરે રૂ. ૪ લાખ કરોડનું રોકાણ કરવામાં આવશે
વિશ્વના અગ્રણી ટેક નેતાઓ અને રાષ્ટ્રના વડાઓ એઆઇ ઇમ્પેક્ટ સમિટમાં ભાગ લેવા માટે નવી દિલ્હી પહોંચ્યા છે એઆઇ ઇવેન્ટમાં ભાગ લેવા માટે ભારત પહોંચેલા ગુગલ સીઇઓ સુંદર પિચાઈએ ૧૫ બિલિયનના રોકાણની જાહેરાત કરી હતી. આ દરમિયાન, માઇક્રોસોફ્ટેના વાઇસ ચેરમેન અને પ્રેસિડેન્ટ બ્રેડ સ્મિથે પણ એઆઇ સમિટ દરમિયાન નોંધપાત્ર રોકાણની જાહેરાત કરી હતી.
પોતાના સંબોધન દરમિયાન, માઇક્રોસોફ્ટના વાઇસ ચેરમેન અને પ્રેસિડેન્ટ બ્રેડ સ્મિથે જાહેરાત કરી હતી કે ગ્લોબલ સાઉથમાં એઆઇમાં ૫૦ બિલિયન, અથવા આશરે રૂ. ૪ લાખ કરોડનું રોકાણ કરવામાં આવશે. માઇક્રોસોફ્ટ ૨૦૩૦ સુધીમાં એઆઇ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કૌશલ્ય વિકાસ પર આ રકમ ખર્ચ કરશે. તેમણે એઆઇ સમિટમાં જણાવ્યું હતું કે એઆઇના ફાયદા હજુ સુધી સમગ્ર વિશ્વમાં સમાન રીતે વહેંચાયેલા નથી. ભારત, આફ્રિકા અને લેટિન અમેરિકા જેવા દેશો ગ્લોબલ સાઉથમાં આવે છે.
માઈક્રોસોફ્ટના વાઇસ ચેરમેન અને પ્રેસિડેન્ટે જણાવ્યું હતું કે ગ્લોબલ સાઉથ પ્રતિભા અને વપરાશકર્તાઓથી ભરેલું છે, પરંતુ યોગ્ય માળખાગત સુવિધાઓ અને તાલીમ વિના,એઆઇના સંપૂર્ણ લાભો પ્રાપ્ત થઈ રહ્યા નથી. માઈક્રોસોફ્ટ આ અંતરને દૂર કરવા માંગે છે. અમેરિકન ટેક કંપની ભારત સહિત ગ્લોબલ સાઉથમાં એઆઇ ડેટા સેન્ટર્સ, ક્લાઉડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્થાનિક એઆઇ કૌશલ્ય વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ હાંસલ કરવા માટે, તે શિક્ષકો અને વિદ્યાર્થીઓને છૈં સાથે જાડવાની યોજના ધરાવે છે, જેથી વધુ લોકો એઆઇ ટૂલ્સનો અસરકારક રીતે ઉપયોગ કરી શકે.
એઆઇ સમિટ દરમિયાન, બ્રેડ સ્મિથે જણાવ્યું હતું કે ભારત માત્ર એક મોટું બજાર જ નહીં પરંતુ એઆઇ વૃદ્ધિ માટેનું મુખ્ય કેન્દ્ર પણ છે. કંપની ભારતમાં ક્લાઉડ અને એઆઇ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પહેલેથી જ રોકાણ કરી રહી છે. નવી જાહેરાતથી ભારતમાં ડેટા સેન્ટર્સ, તાલીમ કાર્યક્રમો અને એઆઇ-સંબંધિત સ્ટાર્ટઅપ્સને ફાયદો થશે. એઆઇ સમિટ ભારતના એઆઇ મિશનને વેગ આપશે. ભવિષ્યમાં, સરકાર અને મોટી ટેક કંપનીઓ એઆઇ દ્વારા લોકોના જીવનને સરળ બનાવવા માટે સાથે મળીને કામ કરશે.
તેમના સંબોધન દરમિયાન, બ્રેડ સ્મિથે જણાવ્યું હતું કે એઆઇનો ઉપયોગ શિક્ષણ, આરોગ્ય, કૃષિ અને શાસનમાં નોંધપાત્ર ફેરફારો લાવી શકે છે. જા કે, આ ટેકનોલોજી જનતા સુધી પહોંચે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. યોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને તાલીમ વિના આ અશક્્ય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે યોગ્ય માળખાગત સુવિધાઓ અને તાલીમ સાથે, ભારત જેવા દેશો એઆઇમાં નોંધપાત્ર પ્રગતિ કરી શકે છે.







































